ટ્રમ્પનો દાવો: કોરોના ટેસ્ટનાં મામલે ભારત બીજો સૌથી મોટો દેશ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું છે કે અમેરિકાએ કોઇ અન્ય દેશ કરતા સૌથી વધુ કોવિડ -19 ટેસ્ટ કર્યાં છે અને ભારત તેના પછી બીજા ક્રમે છે. રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ પદનાં ફરીથી ઉમેદવાર બનનારા ટ્રમ્પે રિપબ્લિકન નેશનલ કન્વેન્શન (RNC)માં આપેલા સ્વીકાર્ય ભાષણમાં જણાવ્યું હતું કે કોવિડ -19 ને ટેસ્ટ માટે અમેરિકાએ બીજા ક્રમના ભારત કરતા 4 કરોડ વધુ ટેસ્ટ કર્યા છે.

તેમણે ગુરુવારે રાત્રે કહ્યું કે, અમે વિવિધ અસરકારક ઉપચારો વિકસાવી છે, જેમાં શક્તિશાળી એન્ટિબોડી ઉપચારનો સમાવેશ થાય છે જેને કોન્વલેસેન્ટ પ્લાઝ્મા તરીકે ઓળખવામાં આવે છે. ટ્રમ્પે કહ્યું, તમે આ જોયું જ હશે જ્યારે અમે રવિવારે રાત્રે જાહેરાત કરી કે આપણે હજારો લોકોનો જીવ બચાવશું. તબીબી પ્રગતિને કારણે અમે મૃત્યુ દર ઘટાડ્યો છે. અને જો તમે સંખ્યાઓ પર નજર નાખો તો, તમે જોશો કે એપ્રિલથી તેમાં 80 ટકાનો ઘટાડો થયો છે.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસના સાઉથ લોન પર આશરે 1000 સમર્થકોના જૂથને આ ભાષણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે વિશ્વના અન્ય કોઈ દેશની તુલનામાં અમેરિકામાં મૃત્યુ દર સૌથી ઓછો છે. રાષ્ટ્રપતિએ કહ્યું, યુરોપિયન યુનિયનનો મૃત્યુ દર આપણા કરતા ત્રણ ગણો વધારે છે પરંતુ તમને તે સાંભળવા નહીં મળે. તેઓ તેના વિશે લખતા નથી. તેઓ લખવા માંગતા નથી. તેઓ ઇચ્છતા નથી કે તમે બાબતોઓ સમજો.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, બધા મળીને યુરોપના દેશોમાં 30 ટકા વધુ કેસ છે અને અમેરિકા કરતા મૃત્યુદર પણ વધુ છે. ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનની ટીકા કરતા ટ્રમ્પે કહ્યું કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિની જેમ તેમનું વહીવટી તંત્ર કોરોના વાયરસ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા ‘વિજ્ઞાન, તથ્યો અને ડેટા’ પર ધ્યાન આપે છે.

તેમણે આ વૈશ્વિક રોગચાળા માટે ચીનને દોષી ઠેરવ્યું. તે સાથે જ નર્સો અને પ્રથમ પ્રત્યુત્તર આપનારાઓનો પણ આભાર માન્યો. તેમણે કહ્યું, જો આપણે બાયડેનની વાત સાંભળી હોત, તો વધુ લાખો અમેરિકનો માર્યા ગયા હોત.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.