ટ્રમ્પની ધમકી બાદ ભારત અમેરિકા મોકલશે કોરોનાની આ જરૂરી દવાઓ, આપી મંજૂરી

નવી દિલ્હીઃ ભારત સરકાર ખતરનાક કોરોના વાયરસ ની સારવારમાં પ્રભાવી મલેરિયાની દવા હાઇડ્રોક્લોરોક્વીન અને પેરાસિટામોલ ના નિકાસ પર મૂકવામાં આવેલા પ્રતિબંધોને હટાવવા માટે તૈયાર થઈ ગયું છે. વિદેશ મંત્રાલય એ સૈદ્ધાંતિક રીતે નિર્ણય લીધો છે કે કોરોના વાયરસથી પ્રભાવિત અમેરિકા સહિત પડોશી દેશોને આ જરૂરી દવાઓની સપ્લાય કરવામાં આવશે.

વિદેશ મંત્રાલયે મંગળવારે જાણકારી આપી છે કે કોરોના મહામારીથી હાલ ભારત સહિત વિશ્વના તમામ દેશ સંઘર્ષ કરી રહ્યા છે. એવામાં આ સંકટમાં માનવીય આધારે અમે નિર્ણય લીધો છે કે પડોશી દેશોને હાઇડ્રોક્લોરોક્વીન અને પેરાસિટામોલ દવાઓને પૂરતી માત્રામાં સપ્લાય કરવાની મંજૂરી આપવામાં આવે.

મૂળે, અમેરિકા, બ્રાઝીલ, સ્પેન અને જર્મની સહિત લગભગ 30  દેશોથી કોરોના સંકટ દરમિયાન હાઇડ્રોક્લોરોક્વીનની નિકાસ માટે રજૂઆત કરવામાં આવી છે અને તેમાંથી મોટાભાગના દેશોએ પ્રતિબંધ હટાવવા માટે ભારત પાસે માંગ કરી હતી. ત્યારબાદ ભારત સરકારે આ નિર્ણય લીધો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.