નવી દિલ્હી : વિદેશ બાબાતોના મંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રન્પની ભારત મુલાકાત દરમિયાન H-1B વિઝાનો મુદ્દો પણ વાતચીત દરમિયાન ચર્ચાઈ શકે છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ 24મી ફેબ્રુઆરીના રોજ બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ સીધા જ અમદાવાદ આવી પહોંચશે. અહીંથી આગ્રા અને ત્યારબાદ નવી દિલ્હી પહોંચશે.નોંધનીય છે કે વિદેશ મંત્રાલય તરફથી આવું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે વર્જિનિયા સ્થિત નેશનલ ફાઉન્ડેશન ફૉર અમેરિકન પોલીસી (NFAP) તરફથી એક રિપોર્ટમાં કહેવાયું છે કે 2019ના વર્ષના પ્રથમ 11 માસ દરમિયાન કેનેડાનું નાગરિકત્વ મેળવનારા ભારતીયોની સંખ્યામાં 105 ટકાનો વધારો થયો છે. આથી એવું કહી શકાય કે યુએસમાં વિઝાને લઇને નિયમો કડક થતાં ભારતીયોનો મોહભંગ થયો છે.
H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ્સ વિઝા છે. જેના થકી અમેરિકન કંપનીઓ ખાસ કરીને સોફ્ટવેર ક્ષેત્રમાં બીજા દેશોમાંથી હાઇસ્કિલ્ડ કર્મચારીઓને નોકરી આપે છે અને અમેરિકા બોલાવે છે. દર વર્ષે ભારત અને ચીન જેવા દેશમાંથી લાખો લોકો H-1B વિઝા મળવાની રાહ જોતા હોય છે.નોંધનીય છે કે અમેરિકા તરફથી દર વર્ષે 85 હજાર H-1B વિઝા આપવામાં આવે છે. જેમાંથી 70 ટકા વિઝા ભારતીયો મેળવે છે. આ શ્રેણીમાં સૌથી વધારે વિઝા મેળવતો ભારત એકમાત્ર દેશ છે. ભારતના આઈટી ક્ષેત્ર માટે અમેરિકાના H-1B વિઝાનું વિશેષ યોગદાન રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.