ટ્રમ્પ મુલાકાતની ગરીબોને અસર, ‘ભલે બુલડોઝર ફેરવી દે, મરી જઈશું પણ જગ્યા ખાલી નહીં કરીએ’- અમદાવાદમાં ઝૂંપડપટ્ટીવાસીઑનો આક્રોશ

અમદાવાદના મોટેરાના સ્ટેડિયમ પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોના આ શબ્દો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત પહેલાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને મોટેરા સ્ટેડિયમની આસપાસ રહેતા શ્રમિકોને જગ્યા છોડી દેવામાં નોટિસ પાઠવી છે.

24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવા માટે વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવી રહ્યા છે.

આ વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં અંદાજે 150 પરિવારો રહે છે, જેમાંથી 45 પરિવારોને જગ્યા ખાલી કરી દેવા માટે નોટિસ પાઠવી છે.

ઝૂંપડપટ્ટીના લોકો છૂટક મજૂરી અને કડિયાકામ કરીને ગુજરાન ચલાવે છે.

બીબીસી ગુજરાતીના સંવાદદાતા તેજસ વૈદ્ય મોટેરા સ્ટેડિયમની પાસેની ઝૂંપડપટ્ટીમાં પહોંચ્યા હતા અને તેમને મળેલી નોટિસ અંગે વાતચીત કરી હતી.

સ્થાનિકોનું કહેવું છે કે અમને વૈકલ્પિક જગ્યા આપવાની વાત થઈ નથી અને અમારી મેળે રહેવાની વ્યવસ્થા કરી દેવા કહેવાયું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.