અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24મી ફેબ્રુઆરીના રોજ અમદાવાદ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લેવાના છે. જેને લઈ સરકારી તંત્ર દ્વારા પુરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાક દિવસથી એક વિડીયો વાઇરલ થયો હતો. આ વીડિયોમાં જેસીબી મશીનથી દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે. લારીઓમાં તોડફોડ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના હોવાથી તોડફોડ કરી ગરીબો પર જુલમ કરવામા આવતો હોવાના નામે ખોટી રીતે વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં અજાણ્યાં શખ્સ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાના સંદર્ભમાં પોલીસે કોંગ્રેસના નેતા અને પાટલ સોશિયલ મીડિયા વિભાગના પ્રમુખ વિનોદ ઠાકરોની ધરપકડ કરી છે.
હકિકતે ઓરિસ્સાનો એક વીડિયો જેમાં લારીઓમાં તોડફોડ કરવામાં આવતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદમા અમેરીકાના રાષ્ટ્રપતિ આવવાનાં છે તો ગરિબનુ જીવન ધુળ ધાણી કરી નાખ્યું હોવાના નામે વાયરલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન આજે પોલીસે વિનોદ ઠાકોરની ધરપકડ કરી છે. જોકે, આ ધરપકડ થતા ઠાકોરના સમર્થનમાં લોકો ઉતરી આવ્યા હતા અને ફેસબુક પર સપોર્ટ કરવા માટે અપીલ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.