ટ્રમ્પની મુલાકાતને પગલે અમદાવાદમાં એરપોર્ટ પાસેની દુકાનોને રાતોરાત સીલ કરાતા રોષ ભભુકી ઉઠયો

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 ફેબ્રુઆરીએ અમદાવાદ આવવાના છે, જેને લઈને એરપોર્ટ સર્કલ પાસે આવેલી કેટલીક દુકાનોને આજે વહેલી સવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગે એકાએક સીલ મારી દીધી છે.આસી. ડાયરેકયર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને જેટના ઈન્ચાર્જ પ્રશાંત પાંડવે divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે JETની ટીમે આ દુકાનો ગંદકી ફેલાવતી હોવાના કારણે સીલ મારવામાં આવી છે. AMCમાં અરજી કરી મંજૂરી મેળવી અને તેઓ દુકાન ખોલી શકશે.

એરપોર્ટ સર્કલપાસે આવેલી કેટલીક દુકાનોને મ્યુનિ. હેલ્થ વિભાગે વગર કારણે સીલ મારી દીધી છે. દુકાન પર ચેતવણીનું બોર્ડ મારી લખી દેવામાં આવ્યું છે કે હેલ્થ વિભાગ ઉત્તર ઝોન દ્વારા આ સીલ મારવામાં આવ્યું છે. વગર મંજૂરીએ આ સીલ ખોલવા કે ચેડાં કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. નોટિસમાં બાય ઓર્ડરમાં કોઈપણ અધિકારીની સહી નથી. એરપોર્ટ સર્કલ પાસે સરણ્યવાસ ખાતે દીવાલ બનાવ્યા બાદ હવે રાતોરાત એરપોર્ટ રોડ પર બહારની દુકાનો સીલ મારી દેવાતા લોકોમાં ફરી રોષ ફેલાયો છે. દુકાનો દબાણમાં ન આવતી તેમજ કોઈ ગંદકી કરતી ન હોવા છતાં પણ સીલ મારી દેતા AMC ની કામગીરી શંકાના ઘેરામાં આવી છે.

AMC દ્વારા ભવિષ્યમાં હેરાનગતિ કરવામાં આવે તેવા ડરથી દુકાન માલિકો બોલવા તૈયાર નથી. મૌખિક સૂચના આપી દીધી હતી કે, 15 દિવસ દુકાન બંધ રાખજો. જો કે માલિકો AMCના અધિકારી અને કર્મચારીઓના ડરથી બોલવા તૈયાર નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.