ટ્રમ્પે નિભાવ્યુ PM મોદીને આપેલુ વચન, આવતીકાલે ભારત આવશે 100 અમેરિકી વેન્ટિલેટર

 

કોરોનાથી જંગથી મદદ માટે અમેરિકાથી 100 વેન્ટિલેટર સોમવારે ભારત પહોંચશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વચન બાદ આ વેન્ટિલેટરોનું બેસબ્રીથી રાહ થઈ ગયુ હતુ. ઉચ્ચ તકનીકી વાળા આ વેન્ટિલેટરોને અમેરિકી ફર્મ જૉલે બનાવ્યુ છે અને શિકાગોથી ભારત મોકલવામાં આવી રહ્યા છે.

કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીએ શનિવારે જણાવ્યુ કે પહેલા જથ્થામાં 100 વેન્ટિલેટર એક ઈન્ડિયાના વિમાનથી ભારત પહોંચશે. અહીં આવ્યા બાદ આઈઆરસીએસમાં એક નાનુ ઉદ્ઘાટન સમારોહ હશે.

જે બાદ વેન્ટિલેટર હોસ્ટિપલમાં વહેંચવામાં આવશે. ડોનાલ્ડ ટ્રમ્પે 16 મે એ ટ્વીટર લખ્યુ હતુ, મને એ વાત જણાવતા ગર્વ થઈ રહ્યો છે કે અમેરિકા પોતાના મિત્ર ભારતને મહામારી સામેની લડતમાં મદદ માટે વેન્ટિલેટર દાન કરશે. અમે આ મુશ્કેલ સમયમાં ભારત અને નરેન્દ્ર મોદી સાથે ઉભા છીએ.

અમે વેક્સિન બનાવવામાં પણ એકબીજાનો સહયોગ કરી રહ્યા છીએ. અમે બંને મળીને આ અદ્રશ્ય દુશ્મનને માત આપીશુ. ટ્રમ્પના આ ટ્વીટના જવાબમાં પીએમ મોદીનો આભાર પ્રકટ કરતા લખ્યુ હતુ, આવા મુશ્કેલ સમયમાં રાષ્ટ્રો માટે એકત્ર થવુ જરૂરી છે જેથી અમે વિશ્વને સ્વસ્થ અને કોરોના મુક્ત બનાવી શકીએ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.