ટ્રમ્પના રૉડ શૉ માટે માણસ એકઠા કરવાની જવાબદારી પ્રદેશ ભાજપના માથે

જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે જેને લઈને સરકાર તો ઠીક પરંતુ સંગઠન પણ કામે લાગી ગયું છે. હાલમાં લગ્નસરાની સીઝન પણ ચાલી રહી છે પરંતુ પાર્ટી દ્વારા કડક સૂચના આપવામાં આવી છે કે લગ્ન બાદમાં પાર્ટી પહેલા! ટ્રમ્પના આગમનને લઈને અમદાવાદ શહેર અને ખાનગી સંસ્થાઓને ભીડ ભેગી કરવા માટે જવાબદારી સોપવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં આગામી 24 તારીખે જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ આવવાના છે ત્યારે પાર્ટી દ્વારા કાર્યકર્તાઓને સૂચના આપવામાં આવી છે કે કોઇપણ હિસાબે સંખ્યા કરવાની જ છે. એક તરફ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. આવા સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીનો રૉડ શૉ પણ હીટ થાય તેને પણ પ્રાધાન્ય આપવું અને એટલે જ કાર્યકર્તાઓને ફરજીયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

આધારભૂત સૂત્રોની વાત માનીએ તો સમગ્ર કાર્યક્રમને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. સ્ટેડિયમ ખાતે જે કાર્યક્રમ થવાનો છે તેમાં ભીડ એકઠી કરવાની જવાબદારી સરકારની છે, તો 22 કિલોમીટર લાંબા રૉડ શૉ દરમિયાન સંખ્યા કરવાની જવાબદારી સંગઠનના શિરે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.