– અમેરિકા સ્થિત ભારતીય દૂતાવાસે ચિંતા વ્યક્ત કરી
– ભારતના અઢી લાખ વિદ્યાર્થીઓની ફી સહિતની ચૂકવણીમાંથી અમેરિકાને વર્ષે સાત અબજ ડોલરની કમાણી
અમેરિકા સિૃથત ભારતીય દૂતાવાસે ભારતીય વિદ્યાર્થીના મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ટ્રમ્પ સરકારની નવી ગાઈડલાઈનથી ભારતીય વિદ્યાર્થીઓની ચિંતામાં વધારો થશે. ટ્રમ્પ સરકારે માત્ર ઓનલાઈન ક્લાસ ભરતા વિદેશી સ્ટૂડન્ટ્સને સ્વદેશ જવાનો આદેશ કર્યો હોવાથી ભારતના અઢી લાખ જેટલાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાયા છે.
ભારતીય દૂતાવાસના પ્રવક્તાએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે ટ્રમ્પ સરકારની નવી ગાઈડલાઈનથી અસંખ્ય ભારતીય વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે. ખાસ તો એફ-1 કેટેગરીના વિઝા લઈને અમેરિકા આવેલા અસંખ્ય સ્ટૂડન્ટ પર ઘરે આવવાનું દબાણ વધશે. દૂતાવાસના પ્રવક્તાએ કહ્યું હતું કે ભારતની સરકાર આ મુદ્દે પગલાં ભરી રહી છે અને અમેરિકન સરકાર સાથે વાતચીત ચાલી રહી છે.
ભારતના વિદેશ સચિવે તુરંત જ અમેરિકાના ઉપ વિદેશ મંત્રીને આ અંગે રજૂઆત કરી હતી. એ વખતે અમેરિકન અિધકારીઓએ ભારતીય સ્ટૂડન્ટ્સને રાહત આપવાની ધરપત બંધાવી હતી. દૂતાવાસના અિધકારીએ કહ્યું હતું કે આપણે આશા રાખીએ કે સરકાર ગાઈડલાઈનમાં છૂટછાટ આપશે.
ઈમિગ્રેશન વિભાગના નોટિફિકેશનનો અભ્યાસ કર્યા પછી નિષ્ણાતો એવા તારણ પર પહોંચ્યા હતા કે જે વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા એક કોર્સમાં પણ ક્લાસમાં જઈને ભણતા હશે તેમને અમેરિકામાં રહેવાની છૂટ મળી શકે છે, પરંતુ જે વિદ્યાર્થીઓના ક્લાસ માત્ર ઓનલાઈન જ ચાલે છે તેમને ફરજિયાત સ્વદેશ પાછા ફરવું પડશે. આ નવી ગાઈડલાઈન પછી અસંખ્ય ભારતીય સહિત લાખો વિદેશી વિદ્યાર્થીઓ પર ઘરે આવવાનું દબાણ વધ્યું છે.
બીજી રીતે સમજીએ તો જે વિદ્યાર્થીઓ એક કોર્સ કરી રહ્યા છે અને એ કોર્સ ઓનલાઈન જ ચાલી રહ્યો હશે તો તેમની પાસે ઘર વાપસી સિવાય કોઈ જ વિકલ્પ બચશે નહીં. જો બીજો કોઈ કોર્સ ચાલતો હશે અને એમાં ક્લાસમાં જઈને ભણવાની સુવિધા હશે તો એવા વિદ્યાર્થીઓ રહી શકશે. એવા વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હશે.
બબ્બે કોર્સમાં ફી સહિતનો ખર્ચ બધા વિદેશી સ્ટૂડન્ટ્સને પરવડી શકે નહીં એટલે વિદ્યાર્થીઓ સામાન્ય રીતે એક જ કોર્સમાં પ્રવેશ મેળવતા હોય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં 11-12 લાખ કરતાં વધુ વિદેશી સ્ટૂડન્ટ્સ સ્ટડી કરે છે. આ વિદેશી સ્ટૂડન્ટ્સ અમેરિકાને વર્ષે 41 અબજ ડોલરની કમાણી કરાવે છે. ભારતના અઢી લાખ કરતાં વધુ વિદ્યાર્થીઓ અમેરિકાના આૃર્થતંત્રમાં વર્ષે સાત અબજ ડોલરનો ફાયદો કરાવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.