અમેરિકાએ ભારતને કોરોનાની મહામારી વચ્ચે વેન્ટીલેટર આપવાનું કહ્યું હતું, જેને પગલે મંગળવારે અમેરિકાએ 100 વેન્ટીલેટર આપ્યા છે. આ વેન્ટીલેટરની કિંમત આશરે 1.2 બિલિયન ડોલર માનવામાં આવે છે. અમેરિકા દ્વારા હજુ બીજા 100 વેન્ટીલેટર ભારતને સોપવામાં આવશે. 16મી મેએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની જાહેરાત કરી હતી.
કોરોના વાઇરસની સામે ચાલી રહેલી લડાઇમાં વેન્ટીલેટર મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. કોવિડ-19ના અતી ગંભીર હોય તેવા દર્દીઓનો જીવ બચાવવામાં વેન્ટીલેટર પણ મદદરૂપ માનવામાં આવે છે.
અમેરિકામાં બનેલા આ વેન્ટીલેટરનો ઉપયોગ ક્યા કરવામાં આવશે તે અંગે સ્પષ્ટતા નથી કરવામાં આવી જોકે તેની ખાશિયતો અંગે ચર્ચા ચાલી રહી છે જે મુજબ આ વેન્ટીલેટર આધુનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવ્યા છે. સોમવારે સરકારના એક વરીષ્ઠ મંત્રીએ જણાવ્યું હતું કે અમેરિકાથી આશરે 100 જેટલા વેન્ટીલેટર ડોનેશનના રૂપે આવી રહ્યા છે.
આ વેન્ટીલેટરને એર ઇન્ડિયા વિમાન દ્વારા લાવવામાં આવ્યા હતા. આ વિમાનને પુરી રીતે રેડ ક્રોસ સોસાયટી દ્વારા મેનેજ કરવામાં આવે છે. 16મી મેએ અમેરિકાના રાષ્ટ્રપતી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે હું ગૌરવ સાથે એ જાહેરાત કરી રહ્યો છું કે અમેરિકા દોસ્ત ભારતને 100 વેન્ટીલેટર ડોનેટ કરશે. આ મહામારી દરમિયાન
અમે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ઉભા છીએ.
અમે વેક્સીન ડેવલપમેંટમાં પણ સહિયોગ કરી રહ્યા છીએ. અમે સાથે મળીને અદ્રશ્ય દુશ્મન કોરોનાને હરાવીશું. અમેરિકાના એક અિધકારીએ પણ ગત મહિને જાહેરાત કરી હતી કે અમેરિકા ભારતને વેન્ટીલેટર દાન કરવા જઇ રહ્યું છે. અગાઉ અમેરિકાને ભારતે કોરોના સામે લડવામાં મદદરૂપ મનાતી દવા આપી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.