અમેરિકનોને માત્ર ૬૦૦ ડોલરની રાહતની રકમ અપુરતી હોઇ પ્રમુખ ટ્રમ્પે કોવિડ-૧૯ રાહત બિલ પર સહી કરવાની ના પાડી દીધી હતી.
મંગળવારે ટ્વિટર પર પોસ્ટ કરેલા વિડીયોમાં તેમણે કહ્યું હતું કે આ બિલમાં વિદેશો માટે અઢળક પૈસાની જોગવાઇ કરી છે, પરંતુ અમેરિકનો માટે પૈસા ઓછા ફાળવ્યા હતા.’ થોડા મહિના પહેલા કોંગ્રસે નવા રાહત પેકેજ અંગે મંત્રણા શરૂ કરી હતી જે તાત્કાલિક ધોરણે અમેરિકનોને આપવાની હતી. એ હમેંશાને માટે હતી. છતાં તેઓ જે બિલ મને મોકલવા ઇચ્છે છે તે ખુબ ઓછો છે.
નાના વેપારીઓ માટે પણ અત્યંત ઓછી રકમ ફાળવી છે, ખાસ તો રેસ્ટોરન્ટ માટે જેમણે ભારે નુકસાન વેઠયું હતું’એમ ટ્રમ્પે વિડીયોમાં કહ્યું હતું.
‘હું કોંગ્રેસને આ બિલમાં સુધારો અને વધારો કરવા અપીલ કરૂં છું. ૬૦૦ ડોલરને બદલે તેમણે ૨૦૦૦ ડોલરની જોગવાઇ કરવી જોઇએ. જો દંપત્તિ હોય તો ૪૦૦૦ ડોલર આપે’એમ તેમણે કહ્યું હતું.
ટ્રમ્પે કહ્યું હતું કે હું કોંગ્રેસને તાત્કાલિક ધોરણે નકામા અને બિન જરૂરી ખર્ચ પર ઘટાડો કરવા અને ધારામાં નકામી કલમોને દૂર કરવા કહું છું. મને ફરીથી સુધારા-વધારા સાથેનું બિલ રજૂ કરે,અથવા તો આગામી વહીવટી તંત્રને કોવિડ-૧૯ રાહત પેકેજ આપવું પડશે. એ વહીવટી તંત્ર મારૂં જ હોઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.