અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર મામલે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરાવવા તૈયારી બતાવી છે. ટ્રમ્પે કહ્યું કે બંને દેશ વચ્ચે આ મુદ્દાનો ઉકેલ લાવવા હું બધુ કરીશ, જે હું કરી શકુ છું.
ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મદદ માટે તૈયાર છું તેમ જણાવ્યું
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાશ્મીર મુદ્દા પર ભારત અને પાકિસ્તાન બંને દેશોના નેતાઓ સાથે વાતચીત કરી અને આ મુ્દદાનો ઉકેલ લાવવા અંગે જણાવ્યું. કાશ્મીર મામલે હું જે મદદ કરી શકુ છું તે અંગે ચર્ચા કરી. કાશ્મીર મામલે ટ્રમ્પે કહ્યું કે બંને દેશ માટેજે પણ હું કરી શકુ છું, તે હું કરીશ.
ભારત-પાકિસ્તાનના નેતાઓ સાથે કરી મુલાકાત
યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યા બાદ કહ્યું કે મજબૂત સંબંધ બનાવા તેમજ નિષ્પક્ષ દ્વિપક્ષીય વેપાર પર પાકિસ્તાન અને ભારતના નેતાઓ સાથે તેમની સફળ વાતચીત રહી.
ટ્રમ્પે કર્યું હતું કાશ્મીર મધ્યસ્થતાવાળુ ટ્વિટ ડિલિટ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસ પહેલા એ ટવિટ ડિલિટ કરી નાંખ્યું હતું જેમાં તેમણે કાશ્મીર મધ્યસ્થતાને લઇને નિવેદન આપ્યું હતું. ભારત શરૂઆતથી જ કહેતું રહ્યું છે કે કાશ્મીર મુદ્દો ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.
ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્રમ્પની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે અમારી સ્થિતિ સ્પષ્ટ છે, આ અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જણાવી દેવામાં આવ્યું છે, તે સ્થિતિ જ રહેશે. રવીશ કુમારે જણાવ્યું કે જમ્મૂ-કાશ્મીર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ વચ્ચે આતંકવાદ મુદ્દે ચર્ચા થઇ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.