કાળજાળ ગરમીમાં ઓઈલી સ્કેલ્પ થી બચવા માટે અજમાવો આ ઉપાય….

ઉનાળામાં ફક્ત ત્વચા જ નહીં વાળને પણ ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ ઋતુમાં વધારાના તેલની સાથે વાળ સુકા અને નિર્જીવ થવાનો ડર પણ રહે છે. માથામાં કુદરતી ઓઈલ હોય છે જે સીબુમના પ્રોડક્શન પર નિર્ભર કરે છે. કેટલીકવાર, સીબુમના વધુ પડતા ઉત્પાદનને કારણે, સ્કાલ્પ અને વાળ ઓઈલી દેખાવા લાગે છે. જો વાળની આ સમસ્યા દૂર કરવામાં ન આવે તો ડેન્ડ્રફ બને છે અને વાળ ઝડપથી ખરવા લાગે છે. આવો અમે તમને જણાવીએ કે તૈલી સ્કેલ્પ કેવી રીતે વાળ ખરવાનું કારણ બને છે.

તમારા વાળ ઝડપથી ખરે છે, તો તૈલી સ્કેલ્પ તેનું એક કારણ હોઈ શકે છે. ખરેખર, સ્કેલ્પમાં બનવાવાળા તેલને દૂર કરવામાં નો આવે, તો તે ધૂળ અથવા ગંદકી સાથે ભળીને ડેન્ડ્રફ બનાવે છે. ડેન્ડ્રફ ધીમે-ધીમે મૂળને નબળા પાડે છે અને વાળ ખરવા લાગે છે. તૈલી સ્કેલ્પની સારવાર માટે એક્સપર્ટના સલાહ સૂચન લેવા જરૂરી છે.

ઓઈલી સ્કેલ્પ અને પરસેવો ઉનાળાની ઋતુમાં તમને હેરાન કરી શકે છે. તેલને દૂર કરવા માટે લીંબુની મદદ લઈ શકાય છે. એક વાસણમાં દહીં લો અને તેમાં અડધા લીંબુનો રસ નાખો. હવે આ હેર માસ્કને સ્કેલ્પ પર લગાવો. ઘરેલું ઉપાય માત્ર તૈલી સ્કેલ્પની સમસ્યા તો દૂર કરશે જ, સાથે સાથે વાળને વધુ સારું પોષણ પણ આપશે.

ઓઈલી સ્કેલ્પ માટે તમે કાળી ચાના પાંદડા વડે ઘરે જ પ્રકિયા તૈયાર કરી શકો છો. એક વાસણમાં પાણી ઉકાળો અને તેમાં બ્લેક ટી બેગ મૂકો. જ્યારે તે ઠંડુ પડે ત્યારે સ્કેલ્પ પર લગાવો. વાળમાંના ઓઈલને ઓછું કરવા સાથે તેને સાફ કરવાનું પણ કામ કરશે. હેર ક્લીનિંગ માટે અઠવાડિયામાં બે વાર આ પ્રકિયા અજમાવો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.