ટ્રેનમાં TTEએ યાત્રી મહિલા પર નશાની હાલતમાં પેશાબ કર્યો..

લખનૌમાં અમૃતસરથી કોલકાતા જઈ રહેલી અકાલ તખ્ત એક્સપ્રેસ ટ્રેનમાં હાજર TTE એ એક મહિલાના માથા પર પેશાબ કરી દીધો અને મહિલાએ બૂમો પાડતા તેના પતિ તેમજ ત્યાં હાજર અન્ય યાત્રિઓએ TTEને પકડી લીધો. ત્યારબાદ તેને લખનૌ જીઆરપીને સોંપી દેવામાં આવ્યો. TTEને કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. તેમજ, રેલ મંત્રાલયે આ મામલામાં તાત્કાલિક એક્શન લીધી છે. રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આવી હરકતો દ્વારા ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવશે અને આ TTEને નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યો છે.

મળતી જાણકારી અનુસાર, રાજેશ પોતાની પત્ની સાથે અકાલ તખ્ત એક્સપ્રેસના A-1 કોચમાં પ્રવાસ કરી રહ્યો હતો. રાત્રે 12 વાગ્યે તેની પત્ની પોતાની સીટ પર ઊંઘી રહી હતી, ત્યારે જ સહારનપુરમાં પોસ્ટેડ TTE મુન્ના કુમારે તેના માથા પર પેશાબ કરી દીધો. બૂમો પાડવા પર યાત્રિઓ ભેગા થઈ ગયા અને TTEને પકડી લીધો અને જણાવવામાં આવી રહ્યું છે કે, આ દરમિયાન યાત્રિઓએ TTEને માર માર્યો. TTE નશામાં ધૂત હતો અને તેણે પેશાબ કરી દીધો હતો. GRP સીઓ સંજીવ નાથ સિંહાએ જણાવ્યું કે, RPF કંટ્રોલ રૂમ અને ટ્વિટરના માધ્યમથી પરમદિવસે મધ્ય રાત્રિમાં સૂચના મળી હતી કે એક દંપત્તિ બિહારથી આવી રહ્યું હતું અને ચારબાગ રેલવે સ્ટેશન પર પહોંચતા પહેલા જ મુન્ના કુમાર નામના TTએ તેના પર લઘુ શંકા કરી દીધી ત્યારબાદ તાત્કાલિક જીઆરપી પોલીસ ચારબાગ સ્ટેશન પર પહોંચી ગઈ.

જીઆરપી સીઓ સંજીવ નાથ સિંહાએ જણાવ્યું કે, પીડિત દંપત્તિઓને અટેન્ડ કર્યા, સાથે જ આરોપી TTને ટ્રેનમાંથી પકડી નીચે ઉતારી દીધો અને ફરિયાદીની ફરિયાદના આધારે સુસંગત ધારાઓમાં કેસ દાખલ કરવામાં આવ્યો અને સીઓ સંજીવ નાથ સિંહાએ આગળ જણાવ્યું કે, TT પર ધારા આઈપીસી 352, 354 (A) અને 509 અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.