સાબરમતી ટોલનાકા પાસે રવિવારે બપોરે ડો.દંપતીને અપશબ્દો બોલીને ધાકધમકી આપી ઝપાઝપી કરી હતી. પોલીસ કર્મચારી વચ્ચે પડતાં આરોપીઓએ તું પોલીવાળો હોય તો તારા ઘરનો તેમ કહી કોન્સ્ટેબલ સાથે પણ મારામારી કરી હતી. મહિલા ડોક્ટરે પોલીસને ફોન કરતાં સાબરમતી પોલીસે સ્થળ પર પહોંચીને ચાર આરોપીઓને ઝડપી તેઓ સામે જુદા જુદા બે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ડો,દંપતીની કારને રોંગસાઇડમાં આવતાં બાઇકર્સે ટક્કર મારી હતી. દંપતીએ જોઈને ચલાવતો હોય તો તેમ કહેતાં ઉશ્કેરાયેલા આરોપીએ ગુંડાગર્દી શરૂ કરી હતી.
નારણપુરાના અનમોલ ટાવરમાં રહેતાં ગ્રિષ્માબહેન પ્રધ્યુમન ચૌધરી (ઉં,૩૬)એ સાબરમતી પોલીસ સ્ટેશનમાં રવિવારે સાંજે કિશન પૂજાભાઈ સોલંકી, સુરેશ શંકરભાઈ પરમાર, દીપેન ગાંડાભાઈ પરમાર અને દીપક ચમનભાઈ પરમાર તમામ રહે, ગાંધીવાસ,સાબરમતી વિરુદ્ધ ફરિયાદ કરી છે. ફરિયાદ મુજબ ગ્રિષ્માબહેન ઈ.એન.ટી ડેક્ટર તરીકે તેમજ તેમના પતિ પ્રધ્યુમનભાઈ સોલા સિવિલ હોસ્પિટલમાં માનસિક સારવારના ડોકટર છે.
તે સમયે પોલીસ કર્મચારીએ સ્થળ પર આવીને પોતાની ઓળખ આપીને યુવકને સમજાવવાની કોશિશ કરી હતી. યુવકે પોલીસ કર્મચારીને તું પોલીસવાળો હોય તો તારા ઘરનો તેમ કહી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આ યુવકે તેના મિત્રોને બુમ પાડીને કીધું અહીંયાં આવો તો પોલીસવાળાને સબક શીખવાડવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.