સુરતના હવસખોર શિક્ષકે 16 વર્ષીય કિશોરી પર બળાત્કાર કરીને તેનો વિડીયો વાયરલ કરવાની ચોંકાવનારી ઘટના ઇચ્છાપોર પોલીસ મથકમાં નોંધાય છે. મળતી માહિતી અનુસાર સુરતના ઈચ્છાપોર ખાતે ક્રિષ્ણાનગર સોસાયટીમાં અરૂણ ટ્યૂશનમાં અંગ્રેજી શીખવા જતી વિદ્યાર્થીની સાથે તેના જ ટ્યૂશન ટીચરે ગંદું કામ કર્યું છે. અંગ્રેજી શીખવા ગયેલી કિશોરી સાથે શિક્ષક દ્વારા અડપલા કરવામાં આવતા ઇચ્છાપોર પોલીસે હવસખોર શિક્ષક અરૂણ શર્માને જેલ ભેગો કરી દીધો હતો.
અરૂણ ટ્યૂશનનો સંચાલક અરૂણ શર્મા એસએનએસમાં મિકેનીકલ એન્જિનીયર તરીકે નોકરી કરે છે. હવસખોર અરૂણ શર્માએ અંગ્રેજી શીખવા આવતી કિશોરીને ભોળવીને તેની સાથે શારિરીક સબંધ બાંધ્યા હતા અને ત્યારબાદ તેનો વિડીયો વાયરલ કરી દીધો હતો.
અરૂણ ટ્યૂશનનો સંચાલક અરૂણ શર્મા એસએનએસમાં મિકેનીકલ એન્જિનીયર તરીકે નોકરી કરે છે અને હવસખોર અરૂણ શર્માએ અંગ્રેજી શીખવા આવતી કિશોરીને ભોળવીને તેની સાથે શારિરીક સબંધ બાંધ્યા હતા. ત્યારબાદ તેનો વિડીયો વાયરલ કરી દીધો હતો.
દરમિયાન આ વિડીયો અંગે કિશોરીના મા બાપને જાણ થતા તેઓના પેટમાં ફાળ પડી હતી. કિશોરીની પૂછપરછ કરતા તેની સાથે બળજબરી કરવામાં આવી હોવાની તેણીએ કબૂલાત કરી હતી આ દરમિયાન હાલમાં અંગ્રેજીનુ ટયુશન લેવા જતા ગઇ તા. 10 માર્ચ થી 27 માર્ચ દરિમયાન સાંજના પાંચ થી છ વાગ્યાના સુમારે કિશોરી એકલી હતી ત્યારે અરૂણ શર્માએ તેને નોકરી આપવાની લાલચ આપી હતી.
દરમિયાન અરૂણ શર્મા કિશોરીને ઇચ્છાપોર બસ સ્ટેશન પાસે તેના મકાનમાં લઇ જતા તેની સાથે સતત અડપલા કર્યા હતા તેમજ આ ઉપરાંત કિશોરી સાથે શારિરીક સબંધ બાંધીને તેનો વિડીયો વાયરલ કરી દીધો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.