ટુકડા અને લોકવન ઘઉંને કેવી રીતે ઓળખવા? ખાવામાં ક્યાં ઘઉં શ્રેષ્ઠ? આજે જ જાણો

હાલ ઘઉં ભરવાની સીઝન ચાલી રહી છે. બજારમાં ઘણી જાતનાં ઘઉં આવે છે. પરંતુ સામાન્ય રીતે ટુકડા અને લોકવન ઘઉંની ખરીદી લોકો કરતા હોય છે. ટુકડા અને લોકવન ઘઉંને કેવી રીતે ઓળખવા? અને બન્ને ઘઉંમાં ખાવા શ્રેષ્ઠ ઘઉં ક્યાં છે? તે ચાલો જાણી

જામનગર: ઉનાળાના સીઝનની પ્રારંભની સાથે જ મહિલાઓ અનાજ, કઠોળથી માંડી અને મરચા, હળદર સહિતના મસાલાઓ ભરતી હોય છે અને વર્ષ દરમિયાન ચાલે તેટલા અનાજનો સંગ્રહ કરે છે. ત્યારે ખાસ કરીને ઘઉંના જથ્થાનો મહિલાઓ સંગ્રહ કરતી હોય છે,

News18 Gujarati

029

ત્યારે ઘઉંમાં મુખ્યત્વે ઘઉં ટુકડા અને લોકવન એમ બે પ્રકારની મુખ્ય જાત આવતી હોય છે. કયા ઘઉં ખાવામાં સૌથી બેસ્ટ હોય છે? અને ટુકડા અને લોકવન જાત વચ્ચેના ભેદને કઈ રીતે પારખી શકાય તે અંગે જાણીએ

જાહેરાત

ગુજરાતી સમાચાર/ફોટો ગેલેરી/જામનગર/ટુકડા અને લોકવન ઘઉંને કેવી રીતે ઓળખવા? ખાવામાં ક્યાં ઘઉં શ્રેષ્ઠ? આજે જ જાણો

ટુકડા અને લોકવન ઘઉંને કેવી રીતે ઓળખવા? ખાવામાં ક્યાં ઘઉં શ્રેષ્ઠ? આજે જ જાણો

હાલ ઘઉં ભરવાની સીઝન ચાલી રહી છે. બજારમાં ઘણી જાતનાં ઘઉં આવે છે. પરંતુ સામાન્ય રીતે ટુકડા અને લોકવન ઘઉંની ખરીદી લોકો કરતા હોય છે. ટુકડા અને લોકવન ઘઉંને કેવી રીતે ઓળખવા? અને બન્ને ઘઉંમાં ખાવા શ્રેષ્ઠ ઘઉં ક્યાં છે? તે ચાલો જાણીએ..

  • 2-MIN READ News18 Gujarati
    Jamnagar,Gujarat
    Last Updated : 
News18 Gujarati

019

જામનગર: ઉનાળાના સીઝનની પ્રારંભની સાથે જ મહિલાઓ અનાજ, કઠોળથી માંડી અને મરચા, હળદર સહિતના મસાલાઓ ભરતી હોય છે અને વર્ષ દરમિયાન ચાલે તેટલા અનાજનો સંગ્રહ કરે છે. ત્યારે ખાસ કરીને ઘઉંના જથ્થાનો મહિલાઓ સંગ્રહ કરતી હોય છે,

જાહેરાત

News18 Gujarati

029

ત્યારે ઘઉંમાં મુખ્યત્વે ઘઉં ટુકડા અને લોકવન એમ બે પ્રકારની મુખ્ય જાત આવતી હોય છે. કયા ઘઉં ખાવામાં સૌથી બેસ્ટ હોય છે? અને ટુકડા અને લોકવન જાત વચ્ચેના ભેદને કઈ રીતે પારખી શકાય તે અંગે જાણીએ વિસ્તાર!

News18 Gujarati

039

જામનગર કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સિનિયર સાયન્ટીસ્ટ કે. પી. બારૈયાએ જણાવ્યું હતું કે, ઘઉં ટુકડા ખાવામાં ખૂબ મીઠા અને વર્ષ દરમિયાન સહેલાઈથી સંગ્રહ કરી શકાય તેવા હોય છે. આથી મોટાભાગના લોકો ઘઉં ટુકડા ખાવાનું પસંદ કરતા હોય છે.

News18 Gujarati

049

જેમાં સૌરાષ્ટ્રમાં gw 496 નંબરની જાત એ સૌથી વધુ મહત્વની છે અને તેમનું સૌથી સારું ઉત્પાદન થાય છે. બીજી બાજુ 451 અને 463

ઉપરાંત સોનાલીકા જાત પણ ઘઉં ટુકડાની હોય છે.

ઘઉં ટુકડા અને લોકવનના ભેદ પારખવાની વાત કરીએ તો સૌ પ્રથમ ટુકડા ઘઉંએ દેખાવમાં ખૂબ નાના હોય છે. જ્યારે લોકવન ઘઉં એ ટુકડા ઘઉંની સરખામણીએ દોઢી લંબાઈ ધરાવતા હોય છે. આથી લોકો આસાનીથી તેમને પારખી શકે છે.
બીજી તરફ લોકવન ઘઉંનો દાણો ખૂબ લાંબો હોય છે. લોકવન ઘઉંની ગરમાગરમ રોટલી ખૂબ જ સ્વાદ અપાવે છે. જ્યારે ટુકડા ઘઉંની ગરમ રોટલી તો ખૂબ પસંદ આવે જ છે. પરંતુ રોટલી ઠંડી થયા બાદ ઉપરાંત એક ટંક રાખી મૂક્યા બાદ બીજા ટંકમાં પણ જો રોટલીનો ઉપયોગ કરવો હોય તો ટુકડા ઘઉં ખાવા જોઈએ. ટિફિનમાં લઇ જવા માટે ટુકડા ઘઉં ખૂબ સરળ રહે છે. કારણે કે ઠંડી પાડયા બાદ આ ઘઉંની રોટલી પોતાની મીઠાસ અકબંધ રાખી શકે છે.
ઉપરાંત પાણી અને ધુમ્મસ સહિતના પરિબળો પણ ઘઉંના કલરને અસર કરતા હોવાથી કલર પરથી ઘઉં ટુકડા અને ઘઉં લોકવનની જાતને ઓળખવી ખૂબ મુશ્કેલ હોય છે. સાથે સાથે ઘઉં ટુકડાની ઊંચાઈ પણ ટૂંકી હોય છે અને ટુકડા જાત ખેડૂતોને પણ ખૂબ આવકારદાયક સાબિત થાય છે, કારણ કે તે સહેલાઈથી કરી શકતા નથી. બીજી તરફ ઘઉં ટુકડા અને ઘઉં લોકોને ના ભાવમાં સાતથી આઠ રૂપિયાનો માર્કેટ યાર્ડમાં ફરક પડતો હોય છે.
લોકવન ઘઉંનો ઉપયોગ સૌથી વધુ પેકિંગ વાળા લોટમાં થતો હોય છે. હોટેલમાં પણ આવા લોટ વપરાતા હોય છે. તેમાં મેંદાનું પ્રમાણ પણ ઓછા વધતા પ્રમાણમાં જોવા મળતું હોય છે. પેકિંગ વાળા લોટ દેખાવમાં ચમકદાર હોય છે.

આથી લોકવન જાત ખાસ કરીને પેકિંગવાળા કારખાનેદારો વધુ જોવા મળતા હોય છે. જ્યારે ખાવા માટે લોકો ઘઉં ટુકડાને સૌથી પહેલી પસંદગી આપતા હોય છે. આથી તમારે પણ જો રેગ્યુલર ખાવામાં ઉપયોગ લેવો હોય તો ઘઉં ટુકડાની જ ખરીદી કરવી જોઈએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.