શાસ્ત્રો અનુસાર હંમેશા તુલસી હંમેશા,લક્ષ્મીજીનું સ્વરુપ હોવાને કારણે,ચાવીને ખાવું માનવામાં આવ્યું છે નિષેધ

શાસ્ત્રો અનુસાર હંમેશા તુલસી હંમેશા લક્ષ્મીજીનું સ્વરુપ હોવાને કારણે ચાવીને ખાવું નિષેધ માનવામાં આવ્યું છે. આ સિવાય વૈજ્ઞાનિક સંશોધન બાદ માલૂમ પડ્યું છે કે તુલસીમાં આર્સેનિક હોય છે જે દાંત પર ખરાબ અસર માટે જવાબદાર હોય છે. આ કારણે જ તુલસીને હંમેશા ચાવ્યા વગર જ ખાવું ઉત્તમ મનાય છે.

પુરાણી માન્યતાઓ અનુસાર સૂર્યોદયના સમયે પૂજા કરવાનો વિધાન એટલા માટે જણાાવવામાં આવ્યો છે કારણ કે આ સમયે લગભગ 45 મિનિટ સુધી સૂર્યમાંથી નીકળતી કિરણો પારજાંબલી (અલ્ટ્રા વાયલેટ) રેડિએશનથી સંપૂર્ણપણે મુક્ત હોય છે.

રત્નોમાં ઘણી શક્તિઓ છૂપાયેલી હોય છે, ત્યાં જ જ્યોતિષશાસ્ત્રમાં પણ રત્નો સાથે સંબંધિત ગ્રહોની ઉર્જા અને ચુંબકીય શક્તિના પ્રભાવોને પ્રાપ્ત કરીને લાભ મેળવવાની વાત કરવામાં આવી છે. ખરેખર તો રત્નોમાંથી પસાર થતી કિરણોને કારણે તમને ઘણા લાભો પ્રાપ્ત થાય છે

આયુર્વેદના અનુસાર, શરીરને ફરીવાર ઉર્જાવાન બનાવવા માટે એક દિવસ માટે વિશ્રામ આપવું જરુરી હોય છે, એ જ પ્રકારે પાચન તંત્રને પણ તંદુરસ્ત રાખવા માટે વ્રત અતિ આવશ્યક છે. ઉપવાસ રાખવાથી આપણા શરીરના એંઝાઈમ્સ સક્રીય થઈ જાય છે. જેનાથી ડાયાબિટિસ, સ્થૂળતા જેવી સમસ્યાઓથી છૂટકારો મળી જાય છે કારણ કે બીમારીઓ માત્ર એંઝાઈમ પ્રણાલી ખરાબ થવાને કારણે પેદા થાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.