આઈસીસી આ ફોર્મેટ 2027ના વર્લ્ડકપમાં લાગુ કરી શકે છે,ટૂર્નામેન્ટમાં 14 ટીમો લેશે ભાગ

આઈસીસી આ ફોર્મેટ 2027ના વર્લ્ડકપમાં લાગુ કરી શકે છે. તમને જણાવી દઈએ કે 2003ના વર્લ્ડ કપમાં સુપર સિક્સ ફોર્મેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સુપર સિક્સ મોડલમાં 14 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવે છે. એક ટીમ બંને ગ્રુપમાં 6-6 મેચ રમે છે. બંને ગ્રુપની ટોપ 3 ટીમો સુપરસિક્સ રાઉન્ડમાં આગળ વધે છે. પહેલાં રાઉન્ડમાં વધુ મેચ જીતનાર ટીમોનો સુપર સિક્સ રાઉન્ડમાં ફાયદો થાય છે, કારણ કે, વધુ મેચ જીતનારના પોઇન્ટ્સ પણ આગામી રાઉન્ડમાં ગણવામાં આવે છે. સુપર સિક્સ સ્ટેજમાં એક ટીમ અન્ય પાંચ ટીમ સાથે રમે છે અને તે પછી પોઇન્ટ્સના આધારે ટોપ 4 ટીમો સેમિફાઇનલમાં પોતાની જગ્યા બનાવે છે.

લીગ સ્ટેજ અને સુપર સિક્સમાં શાનદાર પ્રદર્શન બાદ ટીમ ઈન્ડિયાએ સેનફાઇનલમાં કેન્યાને હરાવ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.