TVS એ હાલમાં જ ભારતમાં પોતાની નવી બાઈક TVS Ronin અર્બન સ્ક્રેમ્બલરને લોન્ચ કર્યું છે અને આ બાઈક એક સારી સ્પોર્ટી ડીઝાઈન અને ખૂબ જ સારા ફીચર્સની સાથે આવે છે. TVS Ronin 225ની શરૂઆતી કિંમત 1.49 લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે અને મોટર સાઈકલની કિંમત રૂ.1,68,750 (એક્સ-શોરૂમ) સુધીની છે તેમજ આ મોટર સાઈકલ ઘરેલું બ્રાન્ડની પહેલી ડ્યૂલ પર્પઝવાલી બાઈકના રૂપમાં આવી છે.
TVS Ronin એક યૂનિટ અને અટ્રેકટીવ પ્રીમિયમ ડીઝાઇનની વિશેષતાની સાથે આવે છે, જે પહેલી જ નજરમાં ધ્યાન દોરી લે છે અને આ મોટર સાઈકલ અપકમિંગ Royal Enfield Hunter 350 અને Yezdi Scrambler જેવી બાઈક્સને ટક્કર આપશે.
બાઈકમાં ડ્યૂલ પર્પઝ ટાયર, હાઈ ગ્રાઉન્ડ ક્લીયરેન્સ અને ગોલ્ડન-ડીપડ યૂએસડી ફ્રન્ટ ફોર્કની સાથે એક મજબૂત બોડી મળી શકે છે અને આ ઉપરાંત બાઈકમાં LED લાઈટ્સ અને સર્કુલર હેડલેમ્પ રેટ્રો થીમની સાથે મોડર્ન ડીઝાઇન ફિલોસફીનું મિક્ચર છે.બાઈકમાં પાતળા બેઝલની સાથે પૂરી રીતે ડિજિટલ રાઉન્ડ ઈન્સ્ટુંમેન્ટ ક્લસ્ટર અને કંપનીની પેટેન્ટ TVS SmartXonnect બ્લૂટૂથ ફીચર સાથે આની પ્રીમિયમનેસને વધારે છે અને આમાં એક વોઈસ અસિસ્ટ ફીચર્સ પણ મળે છે, જે આને ખૂબ જ ખાસ બનાવે છે.
બાઈકના હેડલેમ્પમાં ટી-શેપ્ડ LED લાઈટ આપવામાં આવી છે અને TVS આને વર્ટીકલી સ્ટેકડ કોમ્પેક્ટ રાઉન્ડ-શેપ્ડ હેડલાઈટના રૂપમાં રજૂ કરે છે. ટેલલાઈટ સીટની નીચે સરસ રીતે લાગેલા લાઈટબારના રૂપમાં આવે છે.
મોટર સાઈકલ પોતાના ફૂલ ડીઝાઇન અને ચેસિસની સાથે લગાવેલા મજેદાર રાઈડીંગ સાથે મળે છે, મોટર સાઈકલમાં એક ઈન્ટીલિજેન્ટ ઈલેક્ટ્રોનિક આર્કીટેક્ચર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને જે એન્જિન મેનેજમેન્ટ સિસ્ટમ, ABS અને અન્ય અનેક ફંક્શનને કંટ્રોલ કરે છે.TVS Ronin માં 225.9cc સિંગલ-સિલેન્ડર એન્જિન મળે છે, જે 7,750 rpm પર 15.01kW પીક પાવર અને 3,750 rpm પર 19.93Nm વધુની ટોર્ક જનરેટ કરી શકે છે. મોટર સાઈકલને 120 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ સુધી ચલાવી શકાય છે અને આ એન્જિનમાં ખૂબ જ રિફાઈન્ડ પરફોર્મન્સ મળે છે, આ સાઈલન્ટ સ્ટાર્ટ સિસ્ટમ ISGની સાથે આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.