ટ્વિંકલ ખન્નાની સોશિયલ મીડિયા પોસ્ટ્સ ખૂબ જ રસપ્રદ હોય છે. દર વખતે જ્યારે કોઈ અસામાન્ય મુદ્દો ઉઠાવે છે અને તેના પર તે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે.અને હવે તેની લેટેસ્ટ પોસ્ટ પણ સામે આવી છે. તેણે ચાહકોને ‘ફૂટ ઇન ધ માઉથ’ની સમસ્યાને લઈને તેમનો સૌથી ખરાબ અનુભવ શેર કરવાનું કહ્યું છે.
ટ્વિન્કલે તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તે તેના હાથમાં માપવાની ટેપ વડે કંઈક માપતી જોવા મળી રહી છે અને આ સાથે તેણે પોતાની સમસ્યા વિશે જણાવ્યું કે ‘કહેવાય છે કે બે વાર માપો અને એક વાર કાપો. હું એજ કરું છું જયારે હું કંઈક લખું છું.પરંતુ ઉફ્ફ..કાશ હું આ બોલતી વખતે આ કરી શકતી. ફરીથી મુસીબતમાં પડી ગઈ..
તેણે આગળ તેના ચાહકોને તેના પોતાના જેવી જ પરિસ્થિતિ વિશે તેમના અનુભવો શેર કરવા આમંત્રણ આપ્યું છે અને લખ્યું છે કે ‘તમામ સભ્યોને આમંત્રિત કરું છું..ફૂટ ઇન ધ માઉથ વાળી ભયંકર બિમારીથી જોડાયેલા ખરાબ ક્ષણ કમેન્ટ કરી જણાવે અને જો તે ખુબ જ શરમજનક હોય તો #footinthemouth ફેંકી દો.’ ટ્વિનકલની આ પોસ્ટ પર, રકુલ પ્રીતે તેની સૌથી ખરાબ ક્ષણની વિગતો નથી આપી પરંતુ કહ્યું કે તે એક મોટી ઘટના છે. તેના ચાહકોએ પણ કોમેન્ટ કરી છે. એકે લખ્યું- ફૂટ ઇન ધ માઉથ હંમેશા રહે છે કેમ કે હું જુઠો ના બની શકું કડવું પણ સાચું, એક યુઝર્સે લખ્યું કે ‘હંમેશા ડોળ કરવા કરતાં આ બીમારીથી પીડિત રહેવું વધુ સારું છે.’
જો તમે વિચારી રહ્યા છો કે ખરેખર ‘ફૂટ ઇન ધ માઉથ’ એક જીવલેણ રોગ છે. તો તમને જણાવી દઈએ કે એવું કઈ નથી. અને આપણા બધાના જીવનમાં એવી ક્ષણો આવે છે જ્યારે આપણે વિચાર્યા વગર આપણી સામેની વ્યક્તિ સાથે કંઈપણ બોલીએ છીએ. ભલે આપણને શીખવવામાં આવ્યું છે કે બોલતા પહેલા બે વાર વિચારો. પણ માનવ સ્વભાવ એવો છે.અને ટ્વિંકલ ખન્નાએ તેના દોષરહિત અભિપ્રાયને રજૂ કરવામાં ક્યારેય કચાશ રાખી નથી. તેઓ ખુલ્લેઆમ તેમના વિચારો વ્યક્ત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.