કોંગ્રેસના એક યુવા નેતા તથા રાહુલ ગાંધીના ખૂબ નજીકના ગણાતા રાજીવ સાતવના નિધનથી કોંગ્રેસ માટે મોટી ખોટ પડી છે. ઘણા સમયથી તેઓ કોરોના વાયરસ સામે સારવાર લઈ રહ્યા હતા. તેમના નિધનથી ગુજરાત સહિત રાષ્ટ્રીય કોંગ્રેસમાં શોકની લહેર છે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યું કે જાહેર જીવનમાં યુવા કોંગ્રેસમાં જ્યારે પગલું ભર્યું ત્યારે મારી સાથે જે હતા, અલવિદા મારા મિત્ર. જ્યાં રહો, ચમકતા રહો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.