Twitterનો મોટો નિર્ણય, કૉપી-પેસ્ટ ટ્વીટ પર લગાવશે લગામ

માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વીટરે એક મોટો નિર્ણય લીધો છે. જેનાથી તમામ પાર્ટી અને સંસ્થાઓ માટે કામ કરનાર આઈટી સેલની મુશ્કેલી વધી ગઈ છે. Twitter એ એવી ટ્વીટને છુપાવવાનો નિર્ણય લીધો છે જે કોપી-પેસ્ટ હોય એટલે કે જો આપ કોઈની ટ્વીટને કોપી કરીને પેસ્ટ કરી રહ્યા છો અથવા એક જ ટ્વીટ ઘણા લોકો ટ્વીટ કરી રહ્યા હોય તો આવી ટ્વીટ લોકોની ટાઈમલાઈનથી હાઈડ કરી દેવામાં આવશે.

Twitter એ આની જાણકારી ટ્વીટ કરીને આપી છે ઉપરાંત આને સમજાવાયુ પણ છે. ટ્વીટરે કહ્યુ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્લેટફોર્મ પર કોપી-પેસ્ટ ‘copypasta’ વાળી ટ્વીટની સંખ્યામાં મોટા પ્રમાણમાં વધારો થયો છે. એક જ ટ્વીટને કેટલાય લોકો કોપી કરીને ટ્વીટ કરી રહ્યા છે.

એવામાં અમે આ પ્રકારની ટ્વીટની વિઝિબિલિટિને ઓછી કરવાનો નિર્ણય લીધો છે. ટ્વીટરે પોતાની નવી પોલિસીમાં ‘copypasta’ ટ્વીટને પણ સામેલ કર્યા છે. ઉલ્લેખનીય છે કે ઓનલાઈન દુનિયામાં ડુપ્લિકેટ કન્ટેન્ટ માટે ‘copypasta’ નો ઉપયોગ કરવામાં આવે છે.

Twitterએ આને લઈને મોબાઈલ એપમાં એક ફીચર પણ જારી કર્યુ છે જ્યાંથી આપ આપના ટ્વીટને કોપી કરવાનો વિકલ્પ બંધ કરી શકો છો. કંપનીએ તાજેતરમાં જ ‘Retweet with quote’ ફીચર પણ જારી કર્યુ છે.

Copypasta ટ્વીટનો ઉપયોગ સૌથી વધારે સ્પેમિંગ અને કોઈ કેમ્પેઈન માટે થાય છે. ઘણીવાર આપે જોયુ હશે કે હજારો એકાઉન્ટમાંથી એક જ જેવી ટ્વીટ કરવામા આવે છે. આ તમામ ટ્રેન્ડિંગ અને કોઈ ખાસ વ્યક્તિ અથવા સંસ્થાને નિશાના પર લાવવા માટે થાય છે. આનો સૌથી વધારે ઉપયોગ રાજકીય પ્રોપેગેન્ડા ફેલાવવા માટે થાય છે.

Copypasta ટ્વીટનું એક નુકસાન એ પણ છે કે ક્યારેક કોઈનું ઑરિજનલ કન્ટેન્ટ પણ તેનુ રહેતુ નથી. લોકો કોપી કરીને પોતાના નામની સાથે ટ્વીટ કરી દે છે. એવામાં ઓરિજનલ કન્ટેન્ટ ક્રિએટરને ઓછો અને કોપી-પેસ્ટ કરનારને વધારે ફાયદો થઈ જાય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.