ટ્વિટરે રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મુક્યો, રાજકીય પક્ષો ચૂંટણી પ્રચાર નહીં કરી શકે

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટરે 22 નવેમ્બરથી પોતાના પ્લેટફોર્મ પર રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરી છે. ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સીએ અન્ય માધ્યમોની સરખામણીએ સોશિયલ મીડિયા દ્વારા વિજ્ઞાપન ખૂબ શક્તિશાળી અને પ્રભાવી હોવાનું જણાવીને કોમર્શિયલ જાહેરાત સિવાય આ તાકાત રાજકારણમાં જોખમી બની શકે છેતેવી ચિંતા વ્યક્ત કરી હતી.

રાજકીય નેતાઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જે ખોટી સૂચનાઓ ફેલાવવામાં આવે છે તે અંગે ચિંતિત થઈને ટ્વિટર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા કંપનીઓ જાહેરાતકર્તાઓને લક્ષ્યાંકિત, ભ્રામક સંદેશાઓ ફેલાવવામાં મદદરૂપ થતી હોવાના કારણે ટ્વિટરે રાજકીય જાહેરાતો પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.

ટ્વિટર 15 નવેમ્બરના રોજ પોતાની નવી પૉલિસી લાવશે, જેમાં કેટલાક અપવાદ સામેલ હશે. મતદારોના રજિસ્ટ્રેશન માટે જાહેરાત આપી શકશે. જો કે, ટ્વિટરના આ નિર્ણયની કેટલાકે પ્રશંસા કરી તો કેટલાકે ટીકા પણ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.