રાજયમાં દરેક માતા પિતા માટે એક આંખ ઉધાડનારો કિસ્સો સામે આવ્યો છે. મામાનાં ધરે ભાણેજનું મોત થતાં ગામમાં સન્નાટો છવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ પાલનપુરનાં દેલવાડા ગામે અઢી વર્ષનાં બાળકનું પાણીની ટાંકીમાં પડી જતાં મોત નીપજ્યું છે.
મામાનાં ધરે ભાણેજનું મોત નિપજતાં સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. જયાં ગુરૂવારે સાંજે રમતાં રમતાં પાણીની ટાંકીમાં ડૂબી જવાથી મોતને ભેટયો હતો. આ કરુણ ધટનાને પગલે પોલીસ બેડામાજ પણ અરેરાટી વ્યાપી ગઈ છે.
https://www.youtube.com/watch?v=d5cyIgay-h0
દેલવાડા ગામનાં નયનાબેનનાં લગ્ન પાલનપુર તાલુકાનાં જીતેન્દ્રભાઈ સેધાભાઈ ભીલોચા સાથે થયાં હતાં. તેમને એક પુત્ર પ્રિયાંશું હતો. નયનાબેનનું એક વષઁથી પોલીસની ભરતીમાં સિલેકશન થતાં દયાપર ખાતે પોલીસ મથક ખાતે પોસ્ટીંગ હતું.
પરંતુ અંબાજી ભાદરવી પૂનમનાં મેળામાં પોલીસ બંદોબસ્તમાં નયનાબેનને મૂકવામાં આવ્યાં હતાં. વિધિની વક્રતાનો ભોગ બનેલો પરિવાર ભાણાનાં મોતની ધટનાને લઈને પડી ભાંગ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.