સુરત નગરપાલિકાના કચરાના ટેમ્પોએ બે બાળકોને હડફેટે લીધા, એક નું મોત એક ને ગંભીર ઇજા..

સુરતના રસ્તાઓ ઉપર વાહન ચાલકો બેફામ બનીને દોડતા હોવાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા એક વડીલને કચડી નાંખ્યા હતા.આ વખતે પાલિકાના કચરાના ટેમ્પોએ બે બાળકોને હડફેટે લીધા હતા. જેમાં દોઢ વર્ષના બાળકનું કચડાઈ જતા મોત થયું છે. જ્યારે સાત વર્ષની બાળકીને પગમાં ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવી છે.

સુરત શહેરમાં બસ અને ડમ્પરની અડફેટે રાહદારીઓ અને વાહનચાલકો ઈજાગ્રસ્ત થતા હોવાનું તેમજ અકસ્માતમાં મોત નીપજતું હોવાનું ઘણી વાર સામે આવે છે. જેમાં હવે વધુ એક કહાની ઉમેરાણી છે. ગુરુવારે મોડી સાંજે અમરોલી વિસ્તારમાં પાલિકાની કચરાની ગાડી દ્વારા દોઢ વર્ષના બાળક અને સાત વર્ષની બાળકને અડફેટે લેવામાં આવ્યા હતા.

મળતી જાણકારી પ્રમાણે મધ્યપ્રદેશના રહેવાસી દિનેશભાઈ કટારા અમરોલી વિસ્તારમાં ગટરલાઈન નાંખવાનું કામ કરે છે અને મારુતિ ગામ પાસે પત્ની અને બે બાળકો સાથે રહે છે. ગુરુવારે સાંજે કચરાની ગાડીએ એમના બંને બાળકોને અડફેટે લીધા હતા. જેમાં બાળકનું મોત થયું હતું. જ્યારે બીજી એક બાળકીને પગના ભાગે ઈજા થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.