ગુજરાતમાં આજથી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અને આવતીકાલે હળવા પવન સાથે ભારે વરસાદ પડી શકે છે. સપ્ટેમ્બરનાં બીજા અઠવાડિયાથી સક્રિય થયેલાં ચોમાસાને કારણે રાજયમાં ૮૦% વરસાદ પડ્યો છે. હજુ ૨૦% વરસાદની ધટ છે.
ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ઊંઝામાં હળવા વરસાદી ઝાંપટા જોવા મળી રહયાં છે. ત્યારે હળવા ઝાપટાના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
https://www.youtube.com/watch?v=iJBy0t5009Y
બનાસકાંઠાનાં લાખણી પંથકમાં પડેલાં ધોધમાર વરસાદ બાદ હજુ પાણી ઓસયાઁ નથી. મડાલ અને દેતાસકુવા ગામને જોડતાં રસ્તામાં વરસાદી પાણી ભરાયા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.