રાણાવાવની જરડી સીમ વિસ્તારમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતાં લખમણ ઉર્ફે લખુ દુદા બાપોદરા દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને અવાર-નવાર પરિવાર સાથે ઝઘડો પણ કરતો હતો. ગત તા.૨૬નાં રોજ રાત્રિનાં સમયે લખમણ ઉર્ફે લખુએ ઘરે આવીને ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન આ પરિવાર સાથે બોલાચાલી થઇ હતી. જેમાં વિરાજ અને વિજયે પોતાના પિતા લખમણભાઇને કોદાળી અને કુહાડીનાં ઘા માથા અને છાતીનાં ભાગે ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધા હતાં. અને ત્યારબાદ પિતા લખમણભાઇનાં મૃતદેહને ગોબરગેસનાં ખાડામાં દાટી દીધો હતો. આ બનાવની જાણ મૃતક લખમણભાઇના પિતા દુદાભાઇને થતાં તેઓ તાત્કાલીક રાણાવાવ પોલીસ મથકે દોડી ગયા હતાં અને સમગ્ર હકિકત પોલીસને વર્ણવી હતી.
News Detail
પોરબંદરના રાણાવાવની જરૂડી સીમ વિસ્તારમાં બે સંતાનોએ પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતાં. અને ત્યારબાદ તેમની લાશ ગોબર ગેસનાં ખાડામાં દાટી દીધી હતી. આ હત્યાનો પર્દાફાશ થયાં બાદ પોલીસે હત્યા કરનાર બંને સંતાનોને ઝડપી લીધા હતાં. અને તેમના અદાલતમાંથી બેદિવસનાં રિમાન્ડ મેળવ્યા હોવાનું જાણવા મળી રહયું છે. રાણાવાવની જરડી સીમ વિસ્તારમાં રહેતા અને ખેતીનો વ્યવસાય કરતાં લખમણ ઉર્ફે લખુ દુદા બાપોદરા દારૂ પીવાની ટેવ ધરાવતો હોય અને અવાર-નવાર પરિવાર સાથે ઝઘડો પણ કરતો હતો. ગત તા.૨૬નાં રોજ રાત્રિનાં સમયે લખમણ ઉર્ફે લખુએ ઘરે આવીને ઝઘડો શરૂ કર્યો હતો. આ દરમિયાન આ પરિવાર સાથે બોલાચાલી થઇ હતી.
જેમાં વિરાજ અને વિજયે પોતાના પિતા લખમણભાઇને કોદાળી અને કુહાડીનાં ઘા માથા અને છાતીનાં ભાગે ઝીંકી દઇ મોતને ઘાટ ઉતારી દીધા હતાં. અને ત્યારબાદ પિતા લખમણભાઇનાં મૃતદેહને ગોબરગેસનાં ખાડામાં દાટી દીધો હતો. આ બનાવની જાણ મૃતક લખમણભાઇના પિતા દુદાભાઇને થતાં તેઓ તાત્કાલીક રાણાવાવ પોલીસ મથકે દોડી ગયા હતાં અને સમગ્ર હકિકત પોલીસને વર્ણવી હતી. જેને પગલે ડીવાયએસપી ઋતુ રાબા અને રાણાવાવના પીએસઆઇ જાદવ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને લખમણભાઇના મૃતદેહને ખાડામાંથી બહાર કાઢયો હતો. અને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ હત્યાના બનાવમાં સંડોવાયેલા વિજય અને વિરાજની પોલીસે અટકાયત કરી અને પાંચ દિવસના રીમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજુ કરતાં તેમના બે દિવસનાં રિમાન્ડ મંજુર થયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.