મહારાષ્ટ્રમાં લાંચ લેવાના આરોપમાં બે ભૂતપૂર્વ આવકવેરા અધિકારીઓને 3 વર્ષની જેલ

બુધવારે આવકવેરા વિભાગના બે ભૂતપૂર્વ અધિકારીઓને સીબીઆઇએ લાંચના કેસમાં દોષી ઠેરવ્યા બાદ ત્રણ વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

ફરિયાદ પક્ષના જણાવ્યા અનુસાર, બંનેએ ફરિયાદીઓની ઓફિસો અને રહેઠાણો પર સર્ચ ઓપરેશન કરવાની ધમકી આપીને લાંચની માંગણી કરી હતી. આરોપી રાજ કુમાર ભાટિયા અને સુરેશ ખેતાનને મંગળવારે વિશેષ ન્યાયાધીશ એસપી નાઈક નિમ્બાલકરે આઈપીસીની વિવિધ કલમો અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ દોષિત ઠેરવ્યા હતા અને 2008માં બંને સીબીઆઈએ લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.