બાળકોના અપહરણ અટકાવવા માટે રાજકોટનાં બે વિધાર્થીઓએ બનાવ્યો અદભુત પ્રોજેક્ટ..

બદલાતા સમયથી સાથે ગુનાખોરીનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. ગુજરાતની વાત કરવામાં આવે તો અમદાવાદ હોય કે સુરત રાજકોટ તમામ રાજયોમાં અપહરણ તેમજ ખંડણીની માંગણી થતી હોય છે.

કેન્દ્ર સરકારનાં સાયન્સ એન્ડ ટેક્નોલોજી ડીપાટૅમેન્ટ સાથે કાયઁરત નીતિ આયોગ દ્નારા અટલ ઈનોવેશન મેરેથોનનું આયોજન કરાયું હતું. જેમાં રાજકોટના સ્વામિનારાયણ ગુરુકુળ વિધાલય કાયઁરત અટલ ટીકરિંગ લેબમાં માસૂમ સ્કુલનાં વિધાર્થીઓ દીપ અને બાંભરોલિયા નમ્રએ તૈયાર કરેલ ચાઈલ્ડ સિકયુરિટી સિસ્ટમ કક્ષાએ પસંદગી પામેલ છે.

https://www.youtube.com/watch?v=biznLH81-nA

આ પ્રોજેકટની મદદથી કિડનેપિંગ અટકાવી શકાશે. આ કિડનેપિંગ થયાના થોડા સમયમાં જો તેમને પકડી શકાય તો બાળકોને બચાવી શકાય છે. SMS દ્નારા એલટઁ મેસેજ આવશે જેથી કિડનેપિંગ અટકાવી શકાશે.

તેમાં બે યુનિટ હોય છે. જેમાં પહેલું યુનિટ ચાઈલ્ડ યુનિટ જે નાના બાળકોને બેલ્ટ સ્વરૂપે પહેરવાનું રહેશે.

અને બીજામાં હોમ યુનિટ (રિસીવર) જે ઘરે અથવા માતા-પિતા પાસે રહે છે. જ્યારે બાળક રિસીવર યુનિટની રેન્જમાંથી બહાર જાય છે ત્યારે તરત જ એલાર્મ વાગે છે અને પેરેંટલ મોબાઇલમાં એલર્ટ મેસેજ મળે છે. તેના આધારે બાળકના યુનિટને ટ્રેકિંગ કરી શકાય છે. આ સંપૂર્ણ પ્રોજેક્ટ શિક્ષક એચ. પી. ભૂંડિયાના માર્ગદર્શન હેઠળ કરાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.