છરી સાથે બે શખ્સ પેટ્રોલ પંપ પર આવી ચડ્યા હતા અને સાથમાં સિગરેટ સળગાવી હતી જેથી પોલીસમાં ફરિયાદ કરતા બન્ને લુખાઓને પોલીસે ધરપકડ કરી પાઠ ભણાવ્યો.
News Detail
રાજકોટમાં દિવસેને દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો જઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં આવેલ એક પેટ્રોલ પંપ પર લુખાઓએ આતંક મચાવ્યો હતો. છરી સાથે બે શખ્સ પેટ્રોલ પંપ પર આવી ચડ્યા હતા અને સાથમાં સિગરેટ સળગાવી હતી જેથી પોલીસમાં ફરિયાદ કરતા બન્ને લુખાઓને પોલીસે ધરપકડ કરી પાઠ ભણાવ્યો હતો. બનાવની વિગતો મુજબ તહેવારોના સમયે રાજકોટમાં આવારા તત્વોએ આતંક મચાવ્યો હતો જેમાં બે યુવકોએ પેટ્રોલ પંપ પર સિગારેટ સળગાવી હતી જેમાં પેટ્રોલ પંપના હાજર કર્મીઓએ વિરોધ કરતાં તેઓને છરી બતાવી દાદાગીરી શરૂ કરી હતી.કર્મચારી ગાડીમાં પેટ્રોલ રિફિલ કરી રહ્યો છે તો બીજી તરફ એક શખસ સિગરેટ સળગાવી પોતાની જાત સાથે અનેક લોકોના જીવ જોખમમાં નાખી રહ્યા હોઈ તેવું સામે આવ્યું છે. આ ઘટના બાદ સમગ્ર મામલે થોરાળા પોલીસ મથકમાં આમીર સલીમ મેમણ અને અરબાઝ ડોડીયા સુમરા નામના બે વ્યક્તિઓ સામે પેટ્રોલપંપના સંચાલક યાસીનભાઈ ગાંજા નામના વ્યક્તિઓએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે જેમાં થોરાળા પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી પોલીસે ગણતરીની કલાકોમાં જ આતંક મચાવનાર બંને વ્યક્તિઓની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.