તળાજા તાલુકાના કામરોલ ગામે એક સાથે બે દીપડા પાંજરે પુરાયા
ફોરેસ્ટ વિભાગ મા ભાગ્યેજ બનતી ઘટના તળાજા તાલુકામાં બની હતી.તળાજા પંથકમાં વર્તમાન સમયે પંદરેક દીપડા નું વિચરણ છે.જેને લઇ ખેડૂત અને ગામડાઓમાંથી પશુપાલકોની ફરિયાદ કાયમી બની છે. તેવા સમયે દીપડાને પાંજરે પુરવા ની વન વિભાગ ને જરૂર પડે છે.જેને લઇ કામળોલ ગામે મૂકવામાં આવેલ એકજ પાંજરામાં બે દીપડા એકી સાથે બે પુરાઈ ગયા હતા.
ફોરેસ્ટર ઝીંઝુવાડિયા ના જણાવ્યા પ્રમાણે શેત્રુંજી અને તલાજી નદીના કાંઠા વિસ્તારમાં દીપડાઓની અવરજવર રહે છે. મોટાભાગે શેરડીના વાઢમાં દિપડાઓ પોતાનો રહેઠાણ બનાવે છે.નજીકના કામરોલ ગામે દીપડાઓની રંજાડ વધતા ખેડૂત વર્ગની ઉઠેલી | ફરિયાદ ને લઈ પાંજરું મૂકવામાં આવ્યું | હતું.દીપડા ને પાંજરે પૂરવા માટે છેલ્લા | પંદરેક દિવસ થી દિવસ રાત ઉજાગરો | તળાજા વન વિભાગ કરતો હતો.
જેમાં ગતરાત્રે દીપડા ને પાંજરે | પુરવા માટે મુકાયેલ ખોરાક પાંજરા ની અંદર ખાવા આવતા એકી સાથે બે દીપડા આવ્યા હતા.ખોરાક ખાવા જતા જ પાંજરું લોક થઈ જતા બંને દીપડા પુરાઈ ગયા હતા.જે ફોરેસ્ટ વિભાગ | માટે એક યાદગાર અને આજ સુધી ન | બનેલ ઘટના કહી શકાય. બંને દીપડાને કુંઢડા જંગલ મા છોડી દેવામાં આવ્યા છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.