દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા ખાતે હરસિધ્ધિ નગર વિસ્તારમાં બે ગઢવી બંધુઓએ વૃદ્ધના મોટરસાયકલને આંતરી લઈ વૃદ્ધ પર હુમલો કરી, ગંભીર ઈજા પહોંચાડ્યાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઇ છે. એક વર્ષ પૂર્વે વૃદ્ધે બંને આરોપીઓને વેચેલ જમીન પૈકી બે વીઘા વધારે જમીન ચાલી જતા વૃદ્ધે રૂપિયાની માંગણી કરી હતી જેને લઈને હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. ખંભાળિયામાં હરસિધ્ધીનગર વિસ્તારમાં ગઈકાલે સાતેક વાગ્યાના સોમવારે ખેંગારભાઈ વિરપાલભાઇ જોગાણી અને ભીખાભાઈ જોગણી નામના બે ગઢવી બંધુઓએ મોટરસાયકલ લઈ પોતાના સંબંધીને લીલું પહોંચાડવા જતા વાલાભાઈ માણસી ભાઈ જોગાણી નામના 65 વર્ષીય વૃદ્ધને આંતરી લીધા હતા.
બંને શખ્સોએ લોખંડના પાઇપ અને કુહાડાના હાથા વડે હુમલો કરી આડેધડ ઘા કરી ડાબા પગના વાગે ફેક્ચર તેમજ શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વૃદ્ધ સારવાર લીધા બાદ બંને આરોપી બંધુ સામે ખંભાળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. એકાદ વર્ષ પહેલા વૃદ્ધે પોતાની માલિકીને 30 વીઘા જમીન બંને આરોપીઓને વેચાતી આપી હતી. જોકે આ જમીન આશરે 32 વીઘા હોય અને જમીનની માપણી કરાવતા બે વીઘા વધુ જગ્યા નીકળતા વૃદ્ધે જગ્યામાં મકાન સહિત બે વીઘા જમીન પેટે રૂપિયા 7 લાખની માંગણી કરી હતી. સાત લાખ લેવાના થતા રૂપિયા બાબતે વૃદ્ધે બંને આરોપીઓ પાસેથી અવારનવાર ઉઘરાણી કરી હતી. બે દિવસ પહેલા વૃદ્ધએ આરોપી ખેંગાર ભાઈને ફોન કરીને ઉઘરાણી કરી હતી. જેની સામે આરોપીએ પૈસા આપવાની ના પાડી, ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી. આ બાબતના મનદુખને લઈને ગઈકાલે સવારે સાત વાગે બંને આરોપીઓએ વૃદ્ધને આંતરી હુમલો કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.