ગુજરાતમાં દારૂબંધી અમલમાં છે, પરંતુ સુરતમાં એવું ક્યાયં દેખાતું નથી. પોલીસની રહેમનજર હેઠળ ઠેરઠેર દારૂના અડ્ડા ચાલી રહ્યાં છે.અને હવે તો સોસાયટી અને એપાર્ટમેન્ટના મકાનોમાં પણ ખાનગીમાં દારૂ વેચાવા માંડ્યો છે. સરથાણાની એક સોસાયટીમાં બાથરૂમમાં દારૂ સંતાડી વેચવામાં આવી રહ્યો હતો અને જે પકડી લેવાયો છે. દારૂ વેચવા માટે બે માણસોને નોકરીએ રાખવામાં આવ્યા હતા.
સુરતમાં સરથાણાની દિવાળીબા સોસાયટીમાં એક મકાનના બાથરૂમમાં દારૂ સંતાડીને વેચાણ કરવામાં આવી રહ્યું હતું. પોલીસે અહીંથી રૂા. 74 હજારના દારૂ સહિત બે બુટલેગરને પકડી લેવાયા હતા. જો કે, દારૂ લાવનાર અને સંતાડી રાખનાર 3ને વોન્ટેડ જાહેર કરાયા હતા. પોલીસે અહીંથી દારૂ સહિત રૂ.1.20 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, સરથાણા દિવાળીબા સોસાયટીમાં ઘર નં. 81માં રહેતા ચંદ્રકાંત ઉર્ફે લાલો પરસોત્તમભાઇ પટેલે સોસાયટીમાં જ રહેતા સરમુખભાઇ ગોવિંદભાઇ ચૌધરી, રાહુલ દિપક વાનખેડેએ દારૂ મંગાવ્યો હતો અને આ તમામ દારૂ ચંદ્રકાંતના ઘરે ગોડાઉનમાં તેમજ બાથરૂમમાં છુપાવી રાખવામાં આવ્યો હતો. આ અંગે માહિતી મળતા પોલીસે રેડ પાડી હતી અને રૂા. 74 હજારનો દારૂ પકડી પાડ્યો હતો. ચંદ્રકાંતએ દિવાળીબા નગરમાં જ રહેતા સચીન પુજાભાઇ તરડે તેમજ ભરૂચના ઝઘડીયામાં રહેતો વિશાલ મુકેશ પટેલને દારૂના વેચાણ કરવા માટે રાખ્યા હતા અને પોલીસે સરમુખ, રાહુલની ધરપકડ કરી હતી. જ્યારે ચંદ્રકાંત, સચીન અને વિશાલને વોન્ટેડ બતાવામાં આવ્યો હતો. પોલીસે અહીંથી રૂા. 74 હજારની દારૂની બોટલો તેમજ રોકડા રૂા. 40 હજાર મળી કુલ્લે રૂા. 1.20 લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.