દરિયામાં બે જહાજો અથડાણા , કોસ્ટગાર્ડ દરિયાઈ પ્રદૂષણનું મુલ્યાંકન શરૂ કર્યુ

ઓખા (OKHA) નજીક અરબી સમુદ્રમાં (ARABIAN SEA) બે કાર્ગો શીપ (CARGO SHIP) વચ્ચે મોટો અકસ્માત (BIG ACCIDENT) થયો હતો. MV AVIATOR અને MV ATLANTIC GRACE નામના બે જહાજ વચ્ચે અથડામણ થતાં મોટી દુર્ઘટના સર્જાય હતી. અકસ્માતની જાણ થતાં જ ભારતીય કોસ્ટગાર્ડની (INDIAN COASTGUARD) ટીમ સમયસર પહોંચી.

બંને જહાજના ૪૩ ક્રૂ મેમ્બરને હેમખેમ બચાવી લીધા હતા અને સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી. પરંતુ ગુજરાતના દરિયાકાંઠે ઓઈલ ઢોળાઈ જવાની હાલ કોઇ સંભાવના નથી છતાં દરિયાઈ પ્રદૂષણ અંગે ભારતીય કોસ્ટગાર્ડે મૂલ્યાંકન શરૂ કરી દીધું છે.

ઓખા નજીક અરબી સમુદ્રમાં બે જહાજ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ૨૬ નવેમ્બરની રાત્રે લગભગ ૯:૩૦ વાગ્યે આ ઘટના બની હતી જોકે કયા કારણસર આ બંને જહાજ વચ્ચે અકસ્માત થયો એ જાણી શકાયું નથી. આ ઘટનાને પગલે બંને જહાજ દ્વારા ભારતીય સુરક્ષા એજન્સીની મદદ માંગવામાં આવી હતી.

આ અકસ્માત થતાં બંને જહાજમાંથી ઓઈલ ઢોળાઈ સમુદ્રમાં ન પડે અને જળ પ્રદૂષણ ન ફેલાય એ માટેના પ્રયાસ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા હાથ ધરવામાં આવ્યા હતા .કોઈ મોટી જાનહાનિ થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.