જુનાગઢ શહેરના ચોબારી રોડ પર આવેલા યોગેશ્વર નગરમાં વિશાલ પ્રફુલ કર્યા અને સંદીપ મુકેશ મકવાણા પંકજ રેડિયાનું મકાન ભાડે રાખી માણસો રાખી કોમ્પ્યુટરમાં અલગ અલગ વેબસાઈટ ઉપર ઓનલાઈન જુગાર રમાડતા હોવાની બાકીના આધારે એસ ઓ જી પી આઈ એ એમ ગોહિલ સહિતના સ્ટાફે ગત રાત્રે દરોડા પાડ્યા હતા અને ત્યાં જુગાર રમાડતા અમદાવાદ નજીકના માદરપુર ગામના મલય ફાલ્ગુન દવે અને જયમીન રાજેશ સોનિયા ને પકડી લીધા હતા ત્યારે વિશાલ પ્રફુલ કર્યા અને સંદીપ મુકેશ મકવાણા હાજર મળ્યા ન હતા. પૂછપરછ દરમિયાન પકડાયેલા અલય અને ફાલ્ગુને વિશાલ અને સંદીપ પોતાના શેઠ હોવાનું અને મહિને તેઓને બાર બાર હજાર પગાર મળતો હોવાનું જણાવ્યું હતું એસ ઓ જી એ ચાર કોમ્પ્યુટર રાઉટર 11 મોબાઈલ સાડા પાંચ હજાર રોકડા બે બાઈક મળી કુલ 1.80 લાખથી વધુનો મુદ્દા માલ કબજે કર્યો હતો એસઓજીને ઓનલાઈન જુગાર રમાડવા વાળા ના ખાતા નંબર google પે નંબર સહિતની વિગતો મળી હતી જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.