ડીવાયએમસી હેલ્થ પ્રવિણ ચૌધરીએ અચાનક સવારે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડો. પૂજા અગ્રાવાલ અને ડો. સપના બંને ગેરહાજર હોવાનું જણાયું હતું. જે પૈકી એક તબીબ ડર્મેટોલોજિસ્ટ અને બીજા એક ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે
News Detail
ડીવાયએમસી હેલ્થ પ્રવિણ ચૌધરીએ અચાનક સવારે એસવીપી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. ડો. પૂજા અગ્રાવાલ અને ડો. સપના બંને ગેરહાજર હોવાનું જણાયું હતું. જે પૈકી એક તબીબ ડર્મેટોલોજિસ્ટ અને બીજા એક ઇમરજન્સી વોર્ડમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે. નોંધનીય છેકે, તબીબો બાયોમેટ્રિક હાજરી પૂરીને ત્યાંથી રવાના થઇ ગયા હતા. ડીવાયએમસીની તપાસમાં આ બાબત સામે આવતાં તત્કાલ બંને ડોક્ટરોને નોટિસ આપી તેમની પાસેથી આ બાબતે ખુલાસો માંગવામાં આવ્યો હતો. મ્યુનિ. કમિશનર બાદ મ્યુનિ. ડીવાયએમસી દ્વારા પણ વિભાગોમાં તપાસ કરીને ઉંડાણપુર્વકની તપાસ કરવામાં આવતાં સમગ્ર મામલે ભારે ફફડાટ ફેલાયો છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટનાને પગલે અન્ય હોસ્પિટલમાં પણ સુપરિન્ટેન્ડેન્ટે તેમના તાબા હેઠળના ડોક્ટરોને નિયમિત હાજરી આપવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ તપાસ દરમિયાન આવી ઘટના ન બને તેની તકેદારી રાખવા પણ સૂચના આપવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.