ઉત્તર પ્રદેશના હાપુડમાં એક હત્યાની ઘટના સામે આવી છે. હત્યાની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. કારણ કે આ ઘટનામાં એ ખાડાની અંદરથી પોલીસને એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો.અને આ મૃતદેહના 49 ટુકડા આ ખાડામાંથી પોલીસને મળી આવ્યા હતા. આ ઘટના આ હાફિઝપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કુરાના ગામની છે.
ત્રણ દિવસ પહેલાં થયેલા ઈરફાન નામના યુવકને જ્યારે પોલીસ શોધી રહી હતી અને તે સમયે પોલીસને ઇરફાનના બે મિત્રો પર શંકા જણાઈ નથી. આ મિત્રોના નામ માજીદ અને રાગીબ હતું. પોલીસે ગુમ થયેલા ઇરફાનના બન્ને મિત્રોની કડકાઈથી પૂછપરછ કરી અને તે દરમ્યાન ઇરફાનના બંને મિત્રોએ મિત્રની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જ્યારે બંને ઈસમોની પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું હતું કે, બંનેએ પૈસા મામલે ઈરફાનની હત્યા કરી નાખી હતી.
પૈસાની લેતીદેતી વચ્ચે બે મિત્રોએ મિત્રની હત્યા કરી હોવાની જાણ પોલીસને થતા પોલીસે ઇરફાનનો મૃતદેહ શોધી કાઢ્યો હતો અને જે ખાડામાંથી ઇરફાનનો મૃતદેહ કાઢવામાં આવ્યો હતો તેમાંથી ઇરફાનની લાશના 49 ટુકડાઓ મળ્યા હતા.અને જે સમયે ખાડો ખોદીને ઇરફાનના મૃતદેહ તેના શરીરના ટૂકડાઓ જમીનમાંથી કાઢવામાં આવી રહ્યા હતા તે સમયે ASP સહિતના પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર હતા અને ઘટના સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
પોલીસની પૂછપરછમાં બન્ને આરોપીઓએ જણાવ્યું હતું કે તમામ મિત્રો 18 માર્ચના રોજ હોળીના દિવસે સાથે હતા અને તમામે દારૂ પીધો હતો. તે દરમિયાન ઈરફાન પાસે મકાન વેચીને સાત લાખ રૂપિયા આવ્યા હોવાની જાણ તેમને મળી હતી. જેથી બન્ને મિત્રોની નજર ઇરફાનના સાત લાખ રૂપિયા પર ખરાબ થઈ હતી અને તેમને ઈરફાન સાથે ઝઘડો શરૂ કર્યું અને ત્યાર બાદ તેમને પૈસા માટે ઈરફાનની હત્યા કરી નાખી. બંને મિત્રોએ ઈરફાનની હત્યા કર્યા બાદ ઇરફાનના મૃતદેહના 49 જેટલા ટુકડા કર્યા હતા અને ત્યારબાદ પોતાની ઓફિસની સામે એક ખાડો ખોદીને ઈરફાનના મૃતદેહને દફન કરી દીધો હતો. આ સમગ્ર મામલે ઇરફાનના ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદ નોંધાવ્યા બાદ ઇરફાનનો ભાઇ પણ ગાયબ થઈ ગયો છે.અને ફરિયાદ નોંધાવતા સમયે ઇરફાન ભાઇ દ્વારા જે માજીદ અને રાગીબ પર શંકા વ્યક્ત કરવામાં આવી હતી.
પોલીસે ઇરફાનના બન્ને મિત્રોની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે અને તેમને હત્યાનો ગુનો કબૂલ્યો છે.અને તેથી પોલીસે IPCની કલમ 34, 302 અને 201 અનુસાર સામે ગુનો દાખલ કર્યો છે અને પોલીસે આરોપી પાસેથી 3 લાખ રૂપિયા કબજે પણ કર્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.