ઉ. કોરિયાનાં તાનાશાહ કિમ જોંગ ઉન વિશે નિષ્ણાતો ફરી એક વખત દાવો કર્યો છે કે વિશ્વના સૌથી ખતરનાક નેતાનું મોત નીપજ્યું છે. તેમણે એમ પણ કહ્યું છે કે થોડા દિવસોમાં તેની બહેન કિમ યો જોંગ તેમની ખુરશી પર બેસવાના છે. અગાઉ એવા અહેવાલો હતા કે કિમ જોંગ કોમામાં ગયા છે. જણાવી દઈએ કે 36 વર્ષના નેતા 2011 થી ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડરનાં પદ પર છે.
દક્ષિણ કોરિયાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કિમ ડા-જંગના અધિકારી રહી ચુકેલા ચાંગ સોંગ-મીનએ દાવો કર્યો હતો કે કિમ જોંગ-ઉન કોમામાં છે. આ પછી, ઉત્તર કોરિયામાં ઘણો સમય વિતાવનારા પત્રકાર રોય કેલીએ દાવો કર્યો કે આ દેશમાં ગુપ્તતા એટલી હદે રાખવામાં આવે છે કે ત્યાં રહેતા લોકોને પણ ખબર હોતી નથી કે દેશમાં શું ચાલી રહ્યું છે. ડેઇલી એક્સપ્રેસ સાથે વાત કરતાં તેમણે કહ્યું- ‘મને ખરેખર લાગે છે કે તેમનું અવસાન થયું છે પરંતુ તે દેશ વિશે કંઇ કહી શકાય નહીં.’
કેલીએ કહ્યું છે કે ઉત્તર કોરિયા કિમ જોંગને વિશે જે રીતે જવાબ આપી રહ્યું છે તે જોતા લાગી રહ્યું છે કે કંઈક મોટું પરિવર્તન થઈ રહ્યું છે. તેમણે કહ્યું છે કે કિમ જોંગ ઉનનાં પિતા કિમ જોંગ ઇલનું અવસાન થયું ત્યારે ઘણા મહિના પછી લોકોને જાણ કરવામાં આવી હતી, અને મને લાગે છે કે હવે આવું જ થઈ રહ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે તેની પુષ્ટિ અને સ્થિતિ સ્પષ્ટ ત્યારે થશે જ્યારે તેની બહેન કિમ જો યોંગ સંપૂર્ણ સત્તા સંભાળી લેશે.
જો કે, ચાંગે દાવો કર્યો છે કે કિમ જોંગ ઉન મૃત્યુ પામ્યા નથી, અને તે હજી પણ કોમામાં છે. તેમણે દાવો કર્યો છે કે ઉત્તરાધિકારી નક્કી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ રીતે થઈ નથી. એટલા માટે કિમ યો જોંગને આગળ કરવામાં આવી રહ્યા છે કારણ કે સિંહાસન લાંબા સમય સુધી ખાલી રાખી શકાતું નથી. એપ્રિલમાં પણ આવી જ અટકળો હતી, જ્યારે કિમ જોંગ ઘણા દિવસોથી જાહેરમાં જોવા મળ્યા ન હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.