ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી એક મહિના માટે મોકૂફ રહે તેવી સંભાવના છે. રાજ્ય ચૂંટણી પંચે કલેક્ટર અને અન્ય સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. જેમાં કોરોનાના કેસ અને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર મુદ્દે ચર્ચા કરાઇ હતી.
ચૂંટણીની કામગીરીમાં સંક્રમિત થવાનો અધિકારીઓમાં ડર છે. આ તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચૂંટણી મોકૂફ રાખવા પત્ર લખીને રજૂઆત કરી હતી. આ પહેલાં કોંગ્રેસ અને આપ પાર્ટીએ પણ ચૂંટણી મોકૂફ રાખવા માંગ કરી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે ગાંધીનગર મહાનગર પાલિકાની 18મી એપ્રિલે યોજનારી ચૂંટણી મૌકૂફ રાખવાની વિનંતી કરતો પત્ર રાજ્યના ચૂંટણી આયોગને લખ્યો છે. તેઓએ પત્ર દ્વારા કોરોનાના સેકન્ડ વેવમાં કોરોનાનો ચેપ બહુ જ ઝડપથી ફેલાઈ રહ્યો હોવાથી આ વિનંતી કરવામાં આવી છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.