શિક્ષિત જ નહીં, ઉચ્ચ શિક્ષણ મેળવનારના મનમાં પણ , અનેક પ્રકારની કટ્ટરતા પ્રવેશી ચૂકી છે

શિક્ષિત જ નહીં, ઉચ્ચ શિક્ષણ મેળવનારના મનમાં પણ અનેક પ્રકારની કટ્ટરતા પ્રવેશી ચૂકી છે, માત્ર ને માત્ર ધાર્મિક કટ્ટરતા હોય તો તે વ્યકિતગત બાબત છે પરંતુ વિવિધ પ્રકારની વૈચારિક કટ્ટરતાનાં મૂળિયાં ખૂબ ઊંડાં ઊતરી ગયાં  છે.

ધાર્મિક કટ્ટરતાએ તરફ રહી , પણ તેની સાથે આપણે જે વૈચારિક  કટ્ટરતાનો ભોગ બની રહ્યા છીએ તેનો આપણને અંદાજ જ આવી રહ્યો હતો,આપણે જાણે અજાણે આ રમતમાં ભાગ લઈ રહ્યા છીએ અને તેનો હિસ્સો બની રહ્યા છીએ. જો કે વિવિધ પ્રકારની કટ્ટરતા પણ આપણા શિક્ષણનો જ ભાગ છે.

કોઈ હિન્દુ માને કે મુસ્લિમ ખરાબ છે અને કોઈ મુસ્લિમ માને હિન્દુ કાફર છે તો આ તેમનો મત છે, પણ એક બ્રાહ્રણ હિન્દુ માને કે  તેની દીકરી જો કોઈ પટેલ અથવા જૈન સાથે લગ્ન ના કરી શકે કારણ તેની દીકરીએ પસંદ કરેલો યુવક માત્ર તેની જ્ઞાતિનો નથી. આ પણ એક પ્રકારની કટ્ટરતા છે, તેવી રીતે સીયા મુસ્લિમ માને કે સુન્ની  મુસ્લિમ કરતાં તેઓ શ્રેષ્ઠ છે.

આપણે ત્યાં બીજા એક શબ્દનો પ્રયોગ થાય છે જેમાં આપણે કહીએ છીએ કે જો આવું કરીશું નહીં તો આપણો ધર્મ અભડાઈ જશે,ધર્મ અભડાઈ જશે તે બાબત આપણને કટ્ટરતા  તરફ ધકેલે છે, પણ શિક્ષિતો પણ વિચાર કરતા નથી કે આપણો ધર્મ એટલો સસ્તો છે કે કોઈ ચોક્કસ જ્ઞાતિના માણસને સ્પર્શ કરવાથી અથવા અન્ય ધર્મમાં વિશ્વાસ કરનાર માણસની સાથે ભોજન લેવાથી આપણો ધર્મ અભડાઈ જાય છે. ધર્મ અભડાઈ જતાં પહેલાં આપણે આપણો ધર્મ સમજવો જરૂરી છે.

આપણે એક ક્ષણ વિચાર કરીએ, જો આપણે આપણો ધર્મ અભડાય માટે એવું કંઈક તો કરતા નથી ને? જો આવું કરીએ છીએ, ચોક્કસ આપણો ધર્મ અભડાઈ ગયો છે અથવા અભડાવી રહ્યા છીએ.

આપણા ઘરમાં દીકરા-દીકરી અને પુત્રવધૂ માટે અલગ અલગ  માપદંડો છે.

ઘરની સ્ત્રીઓએ લાજ કાઢવી પડે અથવા સ્ત્રીઓએ બુરખો પહેરવો જ જોઈએ તેવું માનીએ છીએ.

આપણા ધાર્મિક સ્થળ અથવા મંદિરમાં ચોક્કસ જાતિ-જ્ઞાતિને લોકોને જ પ્રવેશ કરવાની છૂટ છે.

આપણી મદદની જયારે કોઈને જરૂર હતી અને આપણે મદદ  કરી શકીએ તેવી સ્થિતિમાં હતા છતાં આપણે મદદ કરી નથી તેવુ કયારેય બન્યુ છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.