ઉદ્ધવ સરકારની મુશ્કેલી વધી,વધુ 3 MLA સુરત પહોંચ્યા…

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલીઓ વધી રહી છે. સીએમ ઠાકરેની અપીલ છતાં પણ શિવસેનાના ધારાસભ્યોની પાટલી બદલવાની પ્રક્રિયા ચાલુ છે. બુધવારે રાત્રે ગુવાહાટીમાં વધુ ચાર ધારાસભ્યો શિંદે જૂથમાં જોડાયા છે અને એટલું જ નહીં આજે વધુ ત્રણ ધારાસભ્યો સુરત પહોંચ્યા અને તેઓ અહીંથી ગુવાહાટી રવાના થવાની સંભાવના છે.

બુધવારે રાત્રે લગભગ 8 વાગ્યે ચાર ધારાસભ્યો ગુવાહાટીની રેડિસન બ્લુ હોટલ પહોંચ્યા હતા અને એકનાથ શિંદે અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે આ હોટલમાં રોકાયા છે અને મળતી માહિતી મુજબ આ ચાર ધારાસભ્યો મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ સાથે સુરતથી ગુવાહાટી જવા રવાના થયા હતા આ ગુવાહાટી પહોંચેલા શિવસેનાના ધારાસભ્યોમાં ગુલાબરાવ પાટીલ અને યોગેશ કદમ પણ સામેલ છે અને બાકીના બે ધારાસભ્યો અપક્ષના છે.

આજે કુર્લાના ધારાસભ્ય મંગેશ કુડાલકર અને દાદરના ધારાસભ્ય સદા સરવણકર પણ શિંદે કેમ્પ પહોંચી શકે છે અને એવું કહેવાય છે કે મુંબઈમાં પણ શિવસેનાના ત્રણ ધારાસભ્યો શિંદેના સમર્થક છે તેમજ જો આ ધારાસભ્યો દાવા પ્રમાણે શિંદે કેમ્પમાં જોડાય તો શિંદે સાથે શિવસેનાના ધારાસભ્યોની સંખ્યા 36 થઈ જશે અને જ્યારે અન્ય 12 ધારાસભ્યો પણ શિંદેની સાથે હોવાનું કહેવાય છે.

બુધવારે દિવસભર ચાલેલી બેઠકો બાદ સીએમ ઉદ્ધવ ઠાકરેએ મોડી સાંજે એક ચોંકાવનારો નિર્ણય લીધો હતો જેમાં તેઓ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનથી નીકળીને માતોશ્રી પહોંચ્યા અને એટલું જ નહીં તેમણે ફેસબુક પર લાઈવ આવીને કહ્યું કે બળવાખોરો આવીને તેમની સાથે વાત કરો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.