મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે વિશે અપમાનજનક ટ્વિટ કરનાર સમિત ઠક્કરની પોલીસે ત્રીજી વખત અટક કરી હતી. આ વખતે મુંબઇની બીકેસી, પોલીસે મંગળવારે ઠક્કરની ધરકપડ કરી હતી.
આ પહેલા ઠક્કરની વીપી રોડ પોલીસે ધરપકડ કરી હતી અને તે પહેલા નાગપુરના સીતાબુલડી પોલીસે 24 ઓક્ટોબરના રોજ ઠક્કરની સરખા આરોપસર જ ધરપકડ કરી હતી.
વ્યવસાયે વકિલ અને શિવસેનાના કાયદાકીય સલાહકાર ધર્મેન્દ્ર મિશ્રાની ફરિયાદને આધારે બીકેસી પોલીસે ગુનો નોંધી ઠક્કરની ધરપકડ કરી હતી. આ કેસમાં ઠક્કર સહિત આઠ જણ સામે ગુનો નોંધવામાં આવ્યો છે.
મિશ્રાએ ફરિયાદમાં એવા આરોપ કર્યો છે કે ઠક્કરે બોલીવૂડના અભિનેતા સુશાંત સિંહ રાજપૂત અને તેની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિયનના મૃત્યુ પ્રકરણે પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની સંડોવાણી હોવાનો આરોપ કર્યો હતો.
મિશ્રાએ બીકેસીના સાયબર પોલીસ સ્ટેશનમાં ઠક્કર સહિત આઠ જણની ફરિયાદ કરતા પોલીસે આઇપીસીની વિવિધ કલમો હેઠળ દુશ્મનાવટ કે દ્વેષ ફેલાવવો, જાહેર ગેરવર્તન કરવું, બદનક્ષી કરવી, બદનક્ષીભર્યું સાહિત્ય છાપવું, ઇરાદાપૂર્વક અપમાન કરવું હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
એક ઉચ્ચાધિકારી અનુસાર વીપી રોડ પોલીસે તેની ધરપકડ કરવાના કેસમાં તેને જામીન મળ્યા બાદ તરત જ બીકેસી પોલીસે તેની ધરકપડ કરી હતી. ઠક્કરને મેજીસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરવામાં આવતા તેને પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.