ઉદ્ધવ ઠાકરેએ BJPને કહ્યું- જો CM પદ માટે રાજી હો તો જ કૉલ કરજો, બાકી કોઈ જરૂર નથી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાને 14 દિવસ થઈ ગયા છે, પરંતુ હજુ પણ રાજ્યમાં સરકાર બનાવવાનાં અણસાર જોવા મળી રહ્યા નથી. બીજેપી અને શિવસેનાની વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં શિવસેના ધારાસભ્યોની મુંબઈમાં બેઠક થઈ. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, “હું આ ગઠબંધન તોડવા નથી ઇચ્છતો, પરંતુ હું ઇચ્છુ છું કે બીજેપી પોતાનું વચન નિભાવે જે તેણે લોકસભા ચૂંટણી પહેલા શિવસેનાને આપ્યું હતુ.”

નહીં તો મને ફોન ના કરે બીજેપી

ઉદ્ધવે ધારાસભ્યોને કહ્યું કે, “હું હંમેશા બીજેપીનાં મોટા નેતાઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર છું, પરંતુ તેમણે પહેલા લોકસભા ચૂંટણી પહેલા કરવામાં આવેલા વાયદાઓને પુરા કરવા પડશે. બીજેપી નેતા 2.5 વર્ષ શિવસેનાનો સીએમ બનાવવા માટે તૈયાર થઈ જાય અને ક્યારેય પણ મને ફોન કરે, નહીં તો મને ફોન ના કરે.” ઉદ્ધવે ધારાસભ્યોને કહ્યું કે, “અમે બીજેપીને પાઠ ભણાવવા નથી ઇચ્છતા, પરંતુ આ આપણા આત્મસન્માનનો મુદ્દો છે. દેવેન્દ્ર ફડણવીસે જે નિવેદન આપ્યું તે સંપૂર્ણ રીતે અનુચિત હતુ. જો તેઓ એ સાબિત કરવા માંગે છે કે હું જૂઠ બોલી રહ્યો છું તો આનાથી આગળ વાતચીત ના થઈ શકે.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.