મહારાષ્ટ્રની 14મી વિધાનસભાની ચૂંટણીના પરિણામ આજે બહાર આવતાં ભાજપની બેઠકો ગત વર્ષની સરખામણીમાં ઘટી ગઇ છે. પણ રાજ્યમાં સરકાર સ્થાપવા માટે શિવસેનાની મદદ લીધા વગર ભાજપનો પર્યાય નથી. આથી શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણીવેળા નક્કી કરાયેલી ફોર્મ્યુલા અનુસાર અમે આગળ વધીશું. એમ સ્પષ્ટપણે ઠાકરેએ જણાવ્યું હતું. એટલે કે પરિવારનો વારસ એવા આદિત્ય ઠાકરેને મુખ્ય પ્રધાન પદે વરણી કરવાની તેમણે સંકેત પત્રકાર પરિષદમાં આવ્યા હતા. એટલે કે આદિત્યને મુખ્ય પ્રધાન બનાવવા માટે ઉદ્ધવ ઠાકરેને ઉતાવળ છે. એવું વર્તાઇ રહ્યું છે.
રાજ્યમાં કોઇપણ સત્તા પર આવે પણ રાજકીય પક્ષ તરફથી થતા એક તરફ કારભાર પર અંકુશ મૂકવાનું કામ રાજ્યની જનતા કરે છે. એટલે કે તેઓ પોતાની ત્રીજી આંખ ખુલ્લી કરીને તેમના પર લગામ લગાડે છે. પરિણામનામાધ્યમથી જનતાએ આ કામ કર્યું હોવાનું કહીને તેમણે ભાજપની અબકીબાર 220 બેઠક પાર એવી ઘોષણાને લગામ લગાડીને ટીકા કરી હતી. આ સિવાય અંતિમ નિર્ણય આવ્યા બાદ ફોર્મ્યુલા પર નિર્ણય થયા બાદ સત્તા સ્થાપવાનો દાવો કરાશે અમને સત્તા માટે કોઇપણ ઉતાવળ નથી, એમ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું હતું.
અત્યાર સુધી અમે ભાજપની ભરપૂર અડચણો સમજી લીધી છે. પણ શિવસેનાને સત્તામાં 50-50નો હિસ્સો જોઇએ છે એમ ઉદ્ધવ ઠાકરેએ કહીને ભાજપને પોતાની ઇચ્છા બતાવી દીધી છે.વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની 123 બેઠક પરથી ઘટીને 105 બેઠક પર આવી છે. આથી 57ની આસપાસ બેઠક જીતીને શિવસેનાની મહાયુતિમાં બાર્ગેનિંગ પાવર વધારી દીધો છે. એટલે કે પત્રકાર પરિષદમાં ઉદ્ધવ ઠાકરે આક્રમક દેખાતા હતાં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.