મહારાષ્ટ્રમાં લાંબી ખેંચતાણ બાદ ઉદ્ધવ સરકારે મંત્રીમંડળ વિસ્તાર બાદ વિભાગોની વહેંચણી કરી દીધી છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેને મંજૂરી આપી દીધી છે. જો કે શિવસેનાની અંદર ઘમાસણ હજુ પણ ચાલુ છે. શિવસેનાના કેટલાંય દિગ્ગજ નેતા વિભાગની વહેંચણીથી ખુશ નથી. લગભગ અડધો ડઝન ધારાસભ્યોએ પોતાની અસંતુષ્ટિ વ્યકત કરી છે. શિવસેનાના આ નેતાઓનું માનવું છે કે તેમણે ઓછા હોદ્દાવાળા વિભાગ મળ્યા છે જ્યારે સારા વિભાગ એનસીપી અને કોંગ્રેસની પાસે જતા રહ્યા છે. આપને જણાવી દઇએ કે ગૃહ, નાણું, રેવન્યુ, હાઉસિંગ, પબ્લિક વર્ક, અને વોટર રિસોર્સ જેવા અગત્યના વિભાગ NCP અને કોંગ્રેસની પાસે ગયા છે.
સરકાર બનાવા અને મંત્રીમંડળ વિસ્તરણ બાદ મહા અઘાડીના ત્રણ નેતાઓની વચ્ચે લાંબી વાતચીત બાદ સરકારના વિભાગ વહેંચ્યા છે. ઉદ્ધવ સરકારમાં એનસીપીના નેતા અનિલ દેશમુખને ગૃહ મંત્રાલય અને અજીત પવારને નાણાં મંત્રાલય સોંપ્યુ છે. આ સિવાય શિવસેનાના નેતા અને ઉદ્ધવ ઠાકરેના દીકરા આદિત્ય ઠાકરેને પર્યટન અને પર્યાવરણ મંત્રાલય આપ્યું છે.
અગાઉની સરકારમાં મંત્રી રહેલા કેટલાંય વરિષ્ઠ નેતા નારાજ
અગાઉની સરકારમાં મંત્રી રહેલા શિવસેનાના નેતા દિવાકર રાવતે, રામદાસ કદમ, રવિન્દ્ર વાયકર, દીપક કેસરકરને પણ આ વખતે તક મળી નથી. આથી તેમની નારાજગી પણ દેખાય રહી છે. આ સિવાય પ્રતાપ સરનાઇક , પ્રકાશ અબિટકર અને આશિષ જયસ્વાલ પણ નારાજ દેખાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.