મુંબઇમાં એક વ્યક્તિને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વિરૂદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખવી ભારે પડી ગઇ. વ્યક્તિનો આરોપ છે કે સીએમ વિરૂદ્ધ ફેસબુક પર એક પોસ્ટ લખતાં શિવસૈનિકોએ તેમની ધોલાઇ કરી નાંખી.
આ સમગ્ર મામલો મુંબઇના વડાલા વિસ્તારનો છે. ફાર્માસ્યુટિકલ ફર્મમાં કામ કરતાં હીરામણિ નામના વ્યક્તિએ ફેસબુક પર એક પોસ્ટ લખી કે સીએમ દ્વારા જામિયા મિલ્લિયામાં થયેલી હિંસાની ઘટના જલિયાવાલા બાગ સાથે કરવી ખોટું છે. ત્યારબાદ 20-25 લોકોએ મારી સાથે ધોલાઇ કરી. એટલું જ નહી આ લોકોએ બળજબરીપૂર્વક તેને પકડીને ટાલ કરી દીધી.
આપનેને જણાવી દઇએ કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ જામિયા મિલ્લિયાની ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતાં તેની તુલના જલિયાવાલા બાગ સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે ”જામિયા મિલ્લિયા ઇસ્લામિયામાં જે થયું, તે જલિયાવાલા બાગ જેવું હતું. વિદ્યાર્થી ‘યુવા બોમ્બ’ જેવા હોય છે. તો આપણે કેન્દ્ર સરકારને આગ્રહ કરીએ છે કે વિદ્યાર્થીઓ સાથે તે ન કરવામાં આવે, જે સરકાર કરી રહી છે. ઠાકરે એ કેન્દ્ર સરકારને સલાહ આપતાં કહ્યું હતું કે વિદ્યાર્થીઓ સાથે તે જે કરી રહ્યા છે, તે ન કરવું જોઇએ. ઉદ્ધવ ઠાકરેએ જામિયા યૂનિવર્સિટીમાં થયેલી હિંસા માટે પોલીસ નિંદા કરી અને કહ્યું કે ત્યાં જે પણ થયું, તે જલિયાવાલા બાગ જેવું છે, એવું ન થવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.