ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને પણ દિલ્હીનું તેડું આવ્યું છે અને જેમાં કોંગ્રેસના સાંસદોને તાત્કાલિક દિલ્હી બોલાવાયા છે. તેમાં કાલ સવાર સુધી દિલ્હી પહોંચવા આદેશ કરવામાં આવ્યો છે અને આજે મહારાષ્ટ્ર સરકાર ખતરામાં આવી ગઇ છે. તે જોતા કોંગ્રેસે પણ અગમચેતીના ભાગ રૂપે ગુજરાતના તમામ કોંગેસના ધારાસભ્યોને દિલ્હી તેડાવી લીધા છે.
ઉલ્લેખનીય છે કે MLCના પરિણામ બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉકળતો ચરૂ જોવા મળ્યો છે. જેમાં ભાજપે 5 બેઠકો જીતી લેતા ઉદ્ધવ સરકાર ઉંધતી ઝડપાઈ છે અને તેમાં શિવસેનાના નેતા એકનાથ શિંદે સરકારની નારાજ થયા છે. તેથી શિવસેનાના નેતા એકનાથ શિંદેએ સુરતની હોટલમાં ધામા નાખ્યા છે.
ઉલ્લેખનીય છે કે એકનાથ શિંદે સાથે 20-25 ધારાસભ્યો હોવાની પણ ચર્ચા છે. તથા શિવસેનાના વધુ 9 MLA બપોર સુધી સુરત પહોંચે તેવી શક્યતા છે અને જો એવું થશે તો મહારાષ્ટ્રમાં સરકાર ઉથલી શકે છે. તેમાં એકનાથ શિંદેના સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં ધામા છે. જેમાં ગઈકાલ સાંજથી એકનાથ શિંદે સંપર્ક વિહોણા થયા હતા. કારણ કે કોંગ્રેસના ધારાસભ્યોએ ક્રોસ વોટીંગ કર્યું હોવાની ચર્ચા છે.
શિવસેનાના વધુ 9 MLA બપોર સુધી સુરત પહોંચે તેવી શક્યતા છે અને તેથી આજે 12 વાગ્યે એકનાથ શિંદે સુરતમાં પ્રેસ કોન્ફરન્સ કરશે અને જેમાં MLCના પરિણામ બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં ઉકળતો ચરૂ થયો છે. તથા એકનાથ શિંદે સહિત શિવસેનાના 35 ધારાસભ્યો સુરતમાં છે. તેમાં એકનાથ શિંદેના સુરતની ગ્રાન્ડ ભગવતી હોટલમાં ધામા છે અને જેમાં શિવસેનાના નારાજ ગ્રુપે હોટલમાં 30 રૂમ બુક કરાયા છે. તથા ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી પહોંચ્યા છે. જેમાં ભાજપે શિંદેને ડેપ્યુટી CMની ઓફર કરી છે તેમ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. તેમાં અસલી શિવસેનાના નામથી અલગ જૂથ બનાવી શકે છે. તથા ભાજપના કેટલાક મોટા નેતાઓ શિંદેના સંપર્કમાં છે. તથા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે પણ શિંદેના સંપર્કમાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.