મહારાષ્ટ્રમાં રાજનીતિક ગતિરોધ વચ્ચે રાજ્યપાલ સાથે મુલાકાત બાદ ભાજપને સમર્થનનું એલાન કરી ચુકેલા ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ સમજવું જોઈએ કે કોઈ પણ પાર્ટીને જનાદેશ મળ્યો નથી. સંજય રાઉત ગમે તે કહે પણ લોકોએ ભાજપ શિવસેના ગઠબંધનને બહુમત આપ્યું છે.દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો બે મહિનામાં જ શિવસેના તૂટી જશે અને તેના 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે.
અમરાવતીની બદનેરા સીટથી ધારાસભ્યનું નિવેદન
મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના વધુ ને વધુ વકરી રહ્યો છે.રાજ્યમાં કોણ મુખ્યમંત્રી બનશે તેના પર હજુ સસ્પેન્સ યથાવત છે ત્યારે ભાજપ અને શિવસેના બંને પાર્ટીના નેતાઓ વચ્ચે વાકયુદ્ધ પણ ચરમસીમાએ છે. શિવસેના પોતાનો મુખ્યમંત્રી બનાવવા જીદ કરી રહ્યું છે આ દરમિયાન જ અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ કહ્યું છે કે જો ભાજપ શિવસેના વગર સરકાર બનાવે તો 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ જશે. મહારાષ્ટ્રના અમરાવતી જીલ્લાના બદનેરા બેઠકથી અપક્ષ ધારાસભ્ય રવિ રાણાએ ભાજપને સમર્થન આપવાનું એલાન કર્યું છે.
રવિ રાણાના પત્ની નવનીત કૌર રાણા લોકસભાના અપક્ષ સભ્ય છે, બંને પતિ-પત્નીએ મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. રાજ્યપાલને મળ્યા બાદ રવિ રાણાએ દાવો કરતા કહ્યું કે જો નવી સરકારનું ગઠન શિવસેનાના સમર્થન વગર કરવામાં આવે અને દેવેન્દ્ર ફડણવીસ સરકાર બનાવે તો બે મહિનામાં જ શિવસેના તૂટી જશે અને તેના 25 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.