મુંબઈઃ દેવેન્દ્ર ફડણવીસના રાજીનામા બાદ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પણ પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. ઠાકરેએ તેના સંબોધનમાં સ્પષ્ટ કહ્યું કે અમારે શિવસેનાના મુખ્યમંત્રી બનાવવા માટે ફડણવીસ અને બીજેપી અધ્યક્ષ શાહના આશીર્વાદની જરૂર નથી. મને એ વાતનું દુઃખ છે કે શિવસેના પર ખોટા આરોપ લગાવવામાં આવ્યા
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે દેવન્દ્ર ફડણવીસ પાસેથી આવા નિવેદનની અપેક્ષા ન હતી. બીજેપી ભૂલી ગઈ કે દુષ્યંત ચૌટાલએ તેમના માટે શું કહ્યું હતું. શિવસેના જુઠ્ઠું બોલનારની પાર્ટી નથી. મેં ક્યારેય વડાપ્રધાન મોદી પર આરોપ લગાવ્યો નથી. હું બીજેપીવાળો નથી. જુઠ્ઠું બોલતો નથી. હું જુઠ્ઠું બોલનારાઓ સાથે વાત કરતો નથી. મેં ક્યારેય દુષ્યંત ચૌટાલા જેવી ભાષાનો પ્રયોગ કર્યો નથી.
ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે પદો અને મુખ્યમંત્રીના પદો માટે 50-50 પર સહમતિ બની હતી. મારે તેની પર સ્પષ્ટતા આપવાની જરૂરિયાત નથી. શિવસેનાના સીએમ થવાના સપનાને પુરા કરવા માટે મારે કોઈની મદદની જરૂર નથી. અમારું કામ બીજેપી જેવું નથી. અમિત શાહએ કહ્યું હતું કે જેની વધુ સીટ તેના સીએમ. મેં કહ્યું કે હું નહિ માનુ. દેવેન્દ્ર ફડણવીસે અમિત શાહનો હવાલો આપીને 2.5 વર્ષના સીએમની વાત થવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો, લોકોને ખબર છે કોણ જુઠ્ઠું બોલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.